Sat,27 April 2024,1:45 am
Print
header

દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં એક યુવકે એક સગીરા પર છરી વડે હુમલો કર્યા પછી પથ્થર વડે માથામાં પ્રહાર કરીને રહેંસી નાંખી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, આ ઘટના આઉટર નોર્થ જિલ્લાના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આરોપી સાહિલના પિતાનું નામ સરફરાઝ છે. પ્રાથમિક માહિતી મળી છે કે આરોપી સાહિલ અને સગીરા વચ્ચે બોલાચાલી ચાલી રહી છે. આ પછી આરોપી સાહિલે તેને ગલીમાં રોકી હતી. થોડીવાર પછી આરોપી સાહિલ ચાકુ વડે હુમલો કરવા લાગે છે.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી સાહિલ સગીરા પર સતત છરી વડે હુમલો કરી રહ્યો છે, લોકો શેરીમાં તેની નજીક આવતા-જતા જોવા મળે છે, પરંતુ કોઈએ સગીરાને બચાવી પણ નહીં. આરોપી સાહિલે તેના પર સતત 30 થી વધુ વખત છરી વડે હુમલો કર્યો હતો. આ પછી તેને ઘણી વાર પથ્થર વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત સગીરાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં સગીરાની ઓળખ થઈ ગઈ છે. મૃતક ઈ-36 જેજે કોલોનીનો રહેવાસી હતી.

પોલીસના જણાવ્યાં અનુસાર, સાહિલ અને સગીરા રિલેશનશિપમાં હતા, પરંતુ રવિવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. સગીરા જ્યારે તેના મિત્રના પુત્રની બર્થડે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે સાહિલે તેને ગલીમાં રોકી હતી. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી આરોપી સાહિલે તેના પર ધારદાર છરી વડે હુમલો કર્યો હતો. આટલું કરીને પણ જ્યારે તે સંતુષ્ટ ન થયો તો આરોપીઓએ તેના પર અનેક વાર પથ્થરમારો કર્યો. પછી લાત પણ મારી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch