Thu,09 May 2024,3:25 am
Print
header

પાકિસ્તાનમાં કરાચી પાસે બસ-ટ્રેન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 19 શીખ શ્રદ્ધાળુનાં મોત

કરાચીઃ પાકિસ્તાનમાં શુક્રવારે બપોરે એક ગોઝારી ટ્રેન દુર્ઘટનામાં 19 શીખ શ્રદ્ધાળુઓનાં મોત થઇ ગયા છે. શીખ શ્રદ્ધાળુઓ એક બસમાં લાહોરથી કરાચી જઇ રહ્યાં હતા ત્યારે આ બસ શાહ હુસૈન એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઇ ગઇ હતી. આ દુર્ઘટના ફારૂકાબાદ સ્ટેશન પાસે બની હતી. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ધ ડોન અનુસાર 15 શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. 

રેલવે અધિકારીઓએ કહ્યું કે અકસ્માતનું કારણ ફાટક વિનાનું રેલવે ક્રોસિંગ છે. શાહ હુસૈન એક્સપ્રેસ અહીં ફુલ સ્પીડમાં પસાર થતી હતી. આ સમયે બસના ડ્રાઇવરે પણ ગેટ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરિણામે આ દુર્ઘટના સર્જાઇ હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. રેલવે મંત્રી શેખ રશીદે તપાસના આદેશ આપ્યાં છે. રિપોર્ટ પ્રમાણે બધા શીખ શ્રદ્ધાળુઓ નનકાના સાહિબથી પરત આવી રહ્યાં હતા.

પાકિસ્તાનમાં ગત વર્ષે ઓક્ટોબરમાં તેજગામ રેલવે દુર્ઘટના થઇ હતી. તેમાં 89 લોકોનાં મોત થયા હતા. ત્યારે ઈમરાન ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો નવાઝ શરીફના સમયનો હતો. ત્યારે ઈમરાને રેલવે દુર્ઘટના બાદ રેલમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. જોકે તેજગામ દુર્ઘટના બાદ રેલવે મંત્રી શેખ રશીદનો ઇમરાને બચાવ કર્યો હતો.  

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch