Fri,25 October 2024,8:56 pm
Print
header

આ દમદાર હશે...Google Pixel 8 સિરીઝ 4 ઓક્ટોબરે થશે લોન્ચ, પાવરફુલ ચિપસેટથી હશે સજ્જ

Google Pixel 8 Pro વિશે ઘણા સમાચાર સામે આવી રહ્યાં છે. ગૂગલે હવે 4 ઓક્ટોબરે પોતાની લોન્ચ ઈવેન્ટમાં નવા ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Google Pixel 8 Pro, Pixel 8 અને Watch 2 નવા પ્રોમો વીડિયોમાં જાહેર કરવામાં આવ્યાં છે.  Google Pixel 8 મોડલ ભારતમાં લાવશે. Google Pixel Watch 2 ભારતમાં લોન્ચ થશે કે નહીં, તેની માહિતી હજુ આપવામાં આવી નથી.

વીડિયોમાં Pixel 8 પીચ કલર વેરિઅન્ટમાં જોવા મળે છે. જ્યારે Pixel 8 Pro સફેદ રંગમાં દેખાય છે. ગૂગલના નો યુ હાર્ડવેર પહેલાથી જ ફોનના બ્લુ અને બ્લેક વિકલ્પો જાહેર કરી ચૂક્યાં છે.

બંને નવા Pixel ફોન ગયા વર્ષના Pixel 7 ફોન જેવા જ દેખાય છે. ફોનમાં પાછળની બાજુએ આડો કેમેરા છે.તેની બોડી ગ્લોસી ફિનિશ સાથે આવે છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, Google Tensor G3 ચિપસેટ Pixel 8 અને Pixel 8 Proમાં આપવામાં આવે તેવી અપેક્ષા છે. આ વીડિયોમાં Pixel 8 પર ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. Pixel 8 Proમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવશે. કેમેરામાંથી એક પેરિસ્કોપ-શૈલીનો લેન્સ હશે જે વધુ સારી રીતે ઝૂમ પ્રદાન કરે છે.

બંને ફોન એન્ડ્રોઇડ 14 આઉટ ઓફ ધ બોક્સ પર કામ કરશે. Pixel Watch 2 પણ Pixel Watch જેવો જ દેખાય છે. તેમાં ફરતી લોક મિકેનિઝમ છે. તેમજ મેટલ ક્રાઉન આપવામાં આવ્યો છે. તે બ્લૂટૂથ અને LTE વર્ઝન સાથે ઓફર કરી શકાય છે. તેમાં 384 x 384 રિઝોલ્યુશન સાથે 1.2-ઇંચ રાઉન્ડ OLED ડિસ્પ્લે છે. તેમાં AI ઓપ્ટિમાઇઝેશન આપી શકાય છે. ઘણા નવા વોચફેસ પણ ઉપલબ્ધ કરાવી શકાય છે. ગૂગલ નવા Pixel Buds પણ લોન્ચ કરી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch