Mon,09 December 2024,12:39 am
Print
header

ભાવનગરઃ અલંગમાં ભાઈએ પિતરાઈ ભાઈને છરીના ઘા માર્યા – Gujarat Post

(Demo Pic)

ભાવનગરઃ ગુજરાતમાં પણ યુપી-બિહાર જેવી હત્યાની ઘટનાઓ બનતી થઈ ગઈ છે. તાજેતરમાં સુરતમાં પતિએ પત્નિની (husband murder wife in Surat) હત્યા કરી ડ્રમમાં પેક કરીને ફેંકી દીધાની ઘટના તાજી છે ત્યાં તળાજા તાલુકાના અલંગ ગામે આવેલા નવા દરબારગઢ ખાતે રહેતા બે પિતરાઈ ભાઈઓ વચ્ચે (Quarrel between cousin brotehrs) માથાકૂટ થતા તે બાબતનો ઠપકો આપ્યાની દાઝ રાખી પિતરાઈ ભાઈએ ભાઈને છરીના ત્રણ ઘા ઝીંકી દેતા આધેડનું હોસ્પિટલ બીછાને (death during treatment in hospital) મૃત્યુ થતાં મામલો હત્યામાં પરિણમ્યો હતો. ભાઈની હત્યા કરનારા પિતરાઈ ભાઈને પોલીસે ઝડપી લીધો હતો.

અલંગ ગામે નવા દરબારગઢ વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ નોંઘુભા ગોહિલ (ઉ.વ.38) નામના યુવાનને તેના કૌટુંબિક કાકાના દિકરા ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ ગોહિલ નામના શખ્સ સાથે બોલાચાલી થતાં લાફા ઝીંકી દીધા હતા. જે બનાવની વાત તેમણે ફોન કરી તેમના મોટાભાઈ ટેમુભા નોંઘુભા ગોહિલ (ઉ.વ.50)ને કરતા ટેમુભા ગોહિલ શખ્સને ઠપકો આપવા ગયા હતા.

ધર્મેન્દ્રસિંહ ગોહિલે ઉશ્કેરાઈ જઈ ટેમુભાને છરીના ત્રણ ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડતા તેમને સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટેમુભાઈ ગોહિલનું મોત નીપજતા મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. પોલીસે આરોપી ધર્મેન્દ્રસિંહ ગોહિલને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch