સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 4 તસવીરોયામી ગૌતમ એરપોર્ટ પર થઈ સ્પોર્ટ, એક્ટ્રેસનો નવો લૂક જોવા મળ્યો
1 / 4

યામી ગૌતમ એરપોર્ટ પર થઈ સ્પોર્ટ, એક્ટ્રેસનો નવો લૂક જોવા મળ્યો:બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ હાલમાં તેની આગામી ફિલ્મ હકને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 7 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં યામીએ તેની સાદગીથી ચાહકોના દિલ જીતી લીધા છે. યામી એરપોર્ટ પર સૂટમાં જોવા મળી હતી. તેણે પેસ્ટલ બ્લૂ કલરનો સૂટ પહેર્યો હતો, સાથે વ્હાઈટ દુપટ્ટો કેરી કર્યો હતો.(તસવીર: Gujarat Post)
2 / 4

કોરિયોગ્રાફર પુનિત પાઠક તેની પત્ની નિધિ સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો:પ્રખ્યાત કોરિયોગ્રાફર અને અભિનેતા પુનિત પાઠક હાલમાં તેની પત્ની નિધિ સાથે બાલીમાં વેકેશન માણી રહ્યો છે.તે આરામદાયક પૂલ પોઝ, ફ્લોટિંગ બ્રેકફાસ્ટ અને ડેટ નાઈટ્સના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો તેમની આકર્ષક કેમેસ્ટ્રી અને પ્રેમાળ ક્ષણોથી પ્રભાવિત થયા છે. બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમના રોમેન્ટિક વેકેશનના ઘણા ગ્લેમરસ ફોટા શેર કર્યા છે.(તસવીર: Gujarat Post)
3 / 4

49 વર્ષની ઉંમરમાં પણ સુષ્મિતા સેનનો કાતિલ અંદાજ:મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તે કતારમાં એક જ્વેલરી સ્ટોર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેની સુંદરતાએ બધાને મોહિત કર્યા હતા. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે, તેને ફરી એકવાર પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા હતા. આ વાયરલ ફોટામાં એક્ટ્રેસનો મનમોહક અંદાજ જોવા મળી રહ્યો છે. 49 વર્ષની ઉંમરે પણ સુષ્મિતા સેન હજુ પણ તેના ગ્લેમર અને સુંદરતાથી લાઈમલાઈટમાં રહે છે.(તસવીર: Gujarat Post)
4 / 4

