સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 5 તસવીરોરાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરના લગ્નની તસ્વીરો આવી સામે
1 / 5

રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરના લગ્નની તસ્વીરો આવી સામે:પ્રિયા અને પ્રતિકે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાંથી એકમાં પ્રતિક ઈમોશનલ જોવા મળી રહ્યો છે. બંનેએ આ તસવીરો શેર કરી છે અને લખ્યું છે - હું તમારી સાથે દરેક જન્મમાં લગ્ન કરવા માંગુ છું.પ્રતીક બબ્બર અને પ્રિયા બેનર્જી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ બંને પાપારાઝી કેમેરા સામે રોયલ લુકમાં જોવા મળ્યાં હતા.(તસવીર: Gujarat Post)
2 / 5

પલક તિવારીનો ઓફ શોલ્ડર આઉટફીટનો ગ્લેમરસ લૂક:પલક તિવારી હંમેશા પોતાના ફેશનેબલ આઉટફિટ્સ માટે ચર્ચામાં રહે છે. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. તે હંમેશા પોતાના સ્ટાઇલિશ આઉટફિટ્સ અને ફેશન સેન્સથી પોતાના ચાહકોને પ્રભાવિત કરે છે. પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.(તસવીર: Gujarat Post)
3 / 5

બ્લેક બોડીકોનમાં અવનીત કૌરના હોટ ફોટો થયા વાયરલ:બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર બ્લેક બોડીકોનમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અવનીતની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. આ આઉટફિટ તેના બોલ્ડ ફિગરને હાઇલાઇટ કરે છે અને લુકને ગ્લેમરસ બનાવે છે. ચાહકો તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે. સ્ટાઈલિશ અંદાજમાં અવનીત કૌર કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.(તસવીર: Gujarat Post)
4 / 5

કોરિયોગ્રાફર શક્તિ મોહનનો હોટ લુક આવ્યો સામે:ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહન રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2 ની વિજેતા છે. તે પોતાના લુકને કારણે પણ ચર્ચામાં છે. શક્તિ મોહને સ્ટાર પ્લસ પર ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસમાં જજ તરીકે પણ કામ કર્યું છે. શક્તિ મોહનનો જન્મ 12 ઓક્ટોબર 1985 ના રોજ થયો હતો. તે પ્રખ્યાત ગાયિકા નીતિ મોહન અને અભિનેત્રી મુક્તિ મોહનની બહેન છે. તેણે દિલ દોસ્તી ડાન્સ જેવી ટીવી સીરિયલો અને અનેક બોલિવૂડ ફિલ્મોમાં ગીતોમાં ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે.(તસવીર: Gujarat Post)
5 / 5

નવા વર્ષની ઉજવણી કરવા હિના ખાન પહોંચી માલદીવ, તસવીરો આવી સામે:હિના ખાન 2025 ને અલવિદા કહેવા અને નવા વર્ષની ઉજવણી કરવા માલદીવ પહોંચી છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના કેટલાક નવા ફોટા શેર કર્યા છે. હિના ખાન હંમેશા તેના ફેશન સેન્સ માટે સમાચારોમાં રહે છે. તેના સ્ટાઇલિશ લુક્સે તેને ટીવી અને બોલિવૂડની દુનિયામાં ફેશન આઇકોન બનાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો શેર કરતા હિનાએ કેપ્શનમાં લખ્યું, ગોલ્ડન ડિસેમ્બર. મારા હૂંફાળા વિલામાં એક અદ્ભુત દિવસ રહ્યો.(તસવીર: Gujarat Post)
