સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 2 તસવીરોહિના ખાન અને રૉકી જયસ્વાલે કર્યા લગ્ન
1 / 2

હિના ખાન અને રૉકી જયસ્વાલે કર્યા લગ્ન:ટીવી એક્ટ્રેસ હિના ખાન અને રોકીએ અચાનક લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. હિના ખાને તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ રોકી સાથે લગ્ન કર્યા છે. રોકી દરેક મુશ્કેલ સમયમાં હિનાની સાથે ઉભો રહ્યો છે. જ્યારે હિનાને સ્તન કેન્સર હતુ ત્યારે પણ તે તેની સાથે હતો, હિના અને રોકીએ હવે કોર્ટમાં લગ્ન કર્યા છે. તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંને ખૂબ જ સિમ્પલ લૂકમાં ક્યૂટ લાગી રહ્યાં છે. રૉકી હિના કરતા ઉંમરમાં મોટો છે.(તસવીર: Gujarat Post)
2 / 2

નવા વર્ષની ઉજવણી કરવા હિના ખાન પહોંચી માલદીવ, તસવીરો આવી સામે:હિના ખાન 2025 ને અલવિદા કહેવા અને નવા વર્ષની ઉજવણી કરવા માલદીવ પહોંચી છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના કેટલાક નવા ફોટા શેર કર્યા છે. હિના ખાન હંમેશા તેના ફેશન સેન્સ માટે સમાચારોમાં રહે છે. તેના સ્ટાઇલિશ લુક્સે તેને ટીવી અને બોલિવૂડની દુનિયામાં ફેશન આઇકોન બનાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો શેર કરતા હિનાએ કેપ્શનમાં લખ્યું, ગોલ્ડન ડિસેમ્બર. મારા હૂંફાળા વિલામાં એક અદ્ભુત દિવસ રહ્યો.(તસવીર: Gujarat Post)
