સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 4 તસવીરોઝારા યાસ્મિનનો હોટ લુક આવ્યો સામે
1 / 4

ઝારા યાસ્મિનનો હોટ લુક આવ્યો સામે:ઝારા યાસ્મિને ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. અભિનેત્રી છેલ્લે આસિમ રિયાઝ સાથે યારા દિલદારા ગીતમાં જોવા મળી હતી. તે મોટાભાગે સ્ક્રીન પર સિમ્પલ અને ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ મોડર્ન છે અને તેના બિકીની ફોટોઝ ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે. ઝારા યાસ્મીનની ઘણી બોલ્ડ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.(તસવીર: Gujarat Post)
2 / 4

બ્લેક બોડીકોનમાં અવનીત કૌરના હોટ ફોટો થયા વાયરલ:બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર બ્લેક બોડીકોનમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અવનીતની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. આ આઉટફિટ તેના બોલ્ડ ફિગરને હાઇલાઇટ કરે છે અને લુકને ગ્લેમરસ બનાવે છે. ચાહકો તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે. સ્ટાઈલિશ અંદાજમાં અવનીત કૌર કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.(તસવીર: Gujarat Post)
3 / 4

કોરિયોગ્રાફર શક્તિ મોહનનો હોટ લુક આવ્યો સામે:ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહન રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2 ની વિજેતા છે. તે પોતાના લુકને કારણે પણ ચર્ચામાં છે. શક્તિ મોહને સ્ટાર પ્લસ પર ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસમાં જજ તરીકે પણ કામ કર્યું છે. શક્તિ મોહનનો જન્મ 12 ઓક્ટોબર 1985 ના રોજ થયો હતો. તે પ્રખ્યાત ગાયિકા નીતિ મોહન અને અભિનેત્રી મુક્તિ મોહનની બહેન છે. તેણે દિલ દોસ્તી ડાન્સ જેવી ટીવી સીરિયલો અને અનેક બોલિવૂડ ફિલ્મોમાં ગીતોમાં ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે.(તસવીર: Gujarat Post)
4 / 4

નવા વર્ષની ઉજવણી કરવા હિના ખાન પહોંચી માલદીવ, તસવીરો આવી સામે:હિના ખાન 2025 ને અલવિદા કહેવા અને નવા વર્ષની ઉજવણી કરવા માલદીવ પહોંચી છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના કેટલાક નવા ફોટા શેર કર્યા છે. હિના ખાન હંમેશા તેના ફેશન સેન્સ માટે સમાચારોમાં રહે છે. તેના સ્ટાઇલિશ લુક્સે તેને ટીવી અને બોલિવૂડની દુનિયામાં ફેશન આઇકોન બનાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો શેર કરતા હિનાએ કેપ્શનમાં લખ્યું, ગોલ્ડન ડિસેમ્બર. મારા હૂંફાળા વિલામાં એક અદ્ભુત દિવસ રહ્યો.(તસવીર: Gujarat Post)
