કોલકાતા: કાઠમંડુથી ઈસ્તંબુલ જઈ રહેલા ટર્કિશ એરલાઈન્સના એક મોટા વિમાન (વાઈડબોડી એરક્રાફ્ટ) ને બુધવારે બપોરે ટેકનિકલ ખામીને કારણે અચાનક કોલકાતા તરફ વાળવું પડ્યું હતું. વિમાને નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરી જ હતી કે તેના એક એન્જિનમાં ગંભીર ખામી હોવાનું જાણવા મળ્યું હતું. પાયલોટોની સમયસૂચકતા અને તત્પરતાને કારણે વિમાનમાં સવાર તમામ 236 મુસાફરો અને ક્રૂ મેમ્બરના 11 સભ્યોને સુરક્ષિત બચાવી લેવાયા છે.
એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ નંબર THY-727 એ બપોરે 1:29 વાગ્યે કાઠમંડુથી ટેક-ઓફ કર્યું હતું. વિમાન આકાશમાં ઊંચાઈ પકડી રહ્યું હતું તે દરમિયાન જ પાયલોટોને સંકેત મળ્યો કે વિમાનના બેમાંથી એક એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પાયલોટોએ તાત્કાલિક કાઠમંડુ ATCને જાણ કરી અને સ્થિતિનું આકલન કરવા માટે ધાડિંગ જિલ્લાના ધરકે વિસ્તાર પર વિમાનને થોડા સમય માટે 'હોલ્ડ' પર રાખ્યું હતું.
તપાસ બાદ ક્રૂ મેમ્બર્સે તારણ કાઢ્યું કે એક એન્જિનના સહારે લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ચાલુ રાખવી સુરક્ષિત નથી. જો કે, વિમાન પાસે કાઠમંડુ પરત ફરવા અથવા ભૈરહવા એરપોર્ટ પર ઉતરવાનો વિકલ્પ હતો, પરંતુ સુરક્ષાના ધોરણોને પ્રાથમિકતા આપતા ક્રૂએ કોઈ પણ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો અને વિમાનને ભારત તરફ વાળીને કોલકાતામાં ઉતારવાનું નક્કી કર્યું.
કોલકાતા સ્થિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરજન્સી પ્રોટોકોલ વચ્ચે વિમાન બપોરે 3:03 વાગ્યે એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું. ઉતરાણ બાદ વિમાનની ઝીણવટભરી ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે અને મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. વિમાનમાં સવાર તમામ 236 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, રૂપિયા જમા કરાવતા મળ્યાં જામીન | 2026-02-16 16:56:11
રાજસ્થાનઃ ભીવાડીના તાપુકડા ફેક્ટરીમાં આગ લાગી, 7 કામદારોના મૃતદેહ મળ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા | 2026-02-16 12:40:40
ભારતની જીત, પાકિસ્તાની ટીમની હારથી મોહસીન નકવી ચોરની જેમ સ્ટેડિયમમાંથી ભાગી ગયો, વીડિયો સામે આવ્યો | 2026-02-15 16:22:35
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30