અમદાવાદઃ રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ચોમાસાના વિદાયની રેખા હાલ ડીસા અને નલિયા પરથી પસાર થઈ રહી છે. મધ્ય ઉત્તર પ્રદેશ પર સક્રિય લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આગામી 12 કલાકમાં નબળી પડવાની સંભાવના છે.
ગુજરાત પર નીચલા સ્તરે પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી 4 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે, જોકે આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું કે, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. અમદાવાદમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ? | 2026-10-11 10:11:39
આ વર્ષે અમદાવાદની ગરબા ઈકોનોમી રૂ. 3,000 કરોડ ને પાર પહોંચવાનો અંદાજ | 2026-10-11 10:01:59
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર | 2026-10-08 17:07:14
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ | 2026-10-05 18:15:44