ખેડાઃ માતર તાલુકાના લવાલ ગામે બનેલી જૂથ અથડામણની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મહિપતસિંહ ચૌહાણના પુત્ર સહિત 5 શખ્સો સામે માતર પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને પક્ષ તરફથી 14 લોકો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણના જણાવ્યાં મુજબ, તેઓ નડિયાદ ખાતે કોલેજમાં અભ્યાસ કરે છે. તેમણે સાથે અભ્યાસ કરતી અને ધર્મની બહેન માનેલી યુવતીને આશરે દોઢ મહિના પહેલાં સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ બાબતે જયપાલસિંહ સંજયસિંહ ચૌહાણ અવારનવાર તેમની સાથે બોલાચાલી કરી ધમકીઓ આપતો હતો. 26 સપ્ટેમ્બરની રાત્રે મહાવીરસિંહ ગામના બગીચા પાસે બેઠા હતા, ત્યારે જયપાલસિંહ, મહિપતસિંહ ચૌહાણનો પુત્ર કૃષ્ણપાલસિંહ, મુકેશ ચૌહાણ, આર્યન રાઠોડ અને રાજવીરસિંહ ત્યાં ધસી આવ્યાં હતા. આક્ષેપ છે કે કૃષ્ણપાલસિંહે મહાવીરસિંહના માથામાં લોખંડની પાઇપ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
ગઇકાલે કૃષ્ણપાલસિંહ પર હુમલા મામલે લવાલ ગામના 9 શખ્સો સામે ફરિયાદ થઈ હતી, જેમાં સંકુલ અને વૃદ્ધાશ્રમનો વિરોધ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ અંગે ફરિયાદી મહાવીરસિંહે જણાવ્યું કે, સામે પક્ષે નોંધાવેલી ફરિયાદ ખોટી છે. અમે કોઈ સંકુલ કે વૃદ્ધાશ્રમનો વિરોધ કર્યો નથી. મહિપતસિંહ ચૌહાણ ખૂબ સારું કામ કરે છે, પરંતુ તેમનો દીકરો ગુંડાગીરી કરે છે. આ આખો વિવાદ માત્ર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે જ થયો હતો.
ફરિયાદીના કાકા જીતેન્દ્રસિંહે પણ ઉમેર્યું કે, મહિપતસિંહનો પુત્ર નાની વાતોમાં ઝઘડા કરીને પોતાને ડોન સમજી રહ્યો છે. વધુમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે હુમલાના બીજા દિવસે ગામના સરપંચ અને મહિપતસિંહના પત્ની પારૂલબેન મહિલાઓનું ટોળું લઈને ફરિયાદીના ઘરે પહોંચ્યાં હતા.
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં સામ સામે ફરિયાદ નોંધાઈ છે. એક પક્ષના 9 અને બીજા પક્ષના આરોપીઓ મળીને કુલ 14 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે મહિપાલસિંહ વૃદ્ધા આશ્રમ સહિતની અનેક મોટી સામાજિક પ્રવૃતિઓ ચલાવી રહ્યાં છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ? | 2026-10-11 10:11:39
આ વર્ષે અમદાવાદની ગરબા ઈકોનોમી રૂ. 3,000 કરોડ ને પાર પહોંચવાનો અંદાજ | 2026-10-11 10:01:59
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર | 2026-10-08 17:07:14
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ | 2026-10-05 18:15:44