Sun,08 September 2024,1:16 pm
Print
header

ગુજરાત પોલીસને લઈ મોટા સમાચાર, હવે ASIની સીધી ભરતી નહીં થાય- Gujarat Post

ગાંધીનગરઃ રાજ્યમાં પોલીસ વિભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગૃહ વિભાગ દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વિભાગમાં બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, (વર્ગ-3) (A.S.I.) સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓની સીધી ભરતી રદ કરીને માત્ર બઢતી દ્વારા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફિડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તે હેતુથી લેવાયેલો છે.

ખાલી પડેલી બિનહથિયારી બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (A.S.I.) જગ્યાઓ પર ભરતી કરવા માટે હેડ કોન્સ્ટેબલ સંવર્ગમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ પ્રક્રિયા 30 ઓગસ્ટ સુધી પૂર્ણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના તમામ પોલીસ વડાઓને 31 ઓગસ્ટ સુધીમાં કાર્યવાહીનો અહેવાલ મોકલી આપવા માટે સૂચના પણ આપવામાં આવી છે. તાજેતરમાં પોલીસ વિભાગમાં બદલી નિયમો બદલ્યા હતા. આ પહેલાં રાજ્યના 233  બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી હતી.   

કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાઠોડે લખ્યું, આસિ. સબ ઇન્સ્પેકર ની સીધી ભરતી બંધ કરવાનો સરકારનો નિર્ણય યુવાન વિરોધી છે. અનુભવીને પ્રમોશન આપવા ઘણી જગ્યાઓ ખાલી છે આપી શકાય તેમ છે. ઘણા બધા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ઘણા લાંબા સમયથી તેમના ઉપલા વર્ગના પ્રમોશનથી વંચિત છે. પરંતુ આ નિર્ણયથી તનતોડ મેહનત કરતા યુવાન ની મજાક સમાન છે. ડાયરેક્ટ ભરતી બંધ કરીને ગુજરાતના મેહનતકસ યુવાનો પાસેથી તક છીનવવાનો નિર્ણય ડાયરેક્ટ એ.એસ.આઇ વધુ પ્રમોશન મેળવીને ઉપરની કેડરને ખલેલ ન પહોંચાડે તેવા હેતુથી લેવાયેલ હોવાની પૂરી શક્યતા છે. આવા નિર્ણય ગુજરાતના સુતેલા યુવાન માટે એલાર્મ સમાન છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch