ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આવેલા નવાબંદર કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં ત્રણ દિવસ પૂર્વે એક આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મની સનસનીખેજ ઘટના બની હતી. ત્રણથી વધુ નરાધમોએ મહિલાનું અપહરણ કરી આ કૃત્ય આચર્યું હતું, જેમાં મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમની તબિયત લથડી છે. હાલ તેમની ગંભીર હાલતને કારણે વધુ સારવાર માટે તેમને જૂનાગઢ ખસેડવામાં આવ્યાં છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘૃણાસ્પદ કૃત્ય ત્રણ દિવસ પહેલાં આચરવામાં આવ્યું હતું. નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો, દેવચંદ બારીયા અને સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબૂતર દેવશીભાઈ મજેઠીયા (બંને રહે. નવાબંદર) સહિતના આરોપીઓએ આધેડ મહિલાને બાઈક પર બેસાડી અપહરણ કર્યું હતું, ત્યારબાદ કંઈક સૂંઘાડીને તેમને બેભાન કરી દીધાં હતાં. બેભાન અવસ્થામાં જ મહિલાને ઘરે લઈ જઈને તેમની પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ ગંભીર ઈજાઓ અને પીડા સાથે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને પીડાતા રહ્યાં હતાં. તબિયત વધુ લથડતાં તેમણે દ્વારકામાં ફિશિંગ કરતા એક યુવકને જાણ કરી હતી, જેની સાથે તેમને છેલ્લાં 7 વર્ષથી સંબંધ હતા. યુવક તાત્કાલિક દોડી આવ્યો હતો અને મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.
ફરજ પરના તબીબે આ મામલે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ કાફલો ત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મહિલાનું નિવેદન લેવા માટે ઉનાના નાયબ મામલતદાર પણ હોસ્પિટલે પહોંચ્યાં હતા અને પીડિતાનું નિવેદન નોંધ્યું હતું.
દુષ્કર્મ આચર્યા બાદ ત્રણેય આરોપીઓ નવાબંદરના કાંતિભાઈ અરજણભાઈ વાજાની બોટમાં માછીમારી કરવાના બહાને દરિયામાં ભાગી ગયા હતા. પોલીસે સમયસૂચકતા વાપરી બોટ માલિક સાથે વાત કરી હતી અને બોટમાં વાયરલેસ મેસેજ મોકલીને બોટને પરત ફરવા કહ્યું હતુ.
પોલીસની ટીમે રાત્રે દરિયામાં જઈને નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો દેવચંદ બારીયા અને સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબૂતર દેવશીભાઈ મજેઠીયાની ધરપકડ કરી લીધી છે. જો કે, આ ગુનામાં સંડોવાયેલા ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે.
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
કાશ્મીરમાં આતંકી ડોક્ટર ઉમર નબીનું ઘર તોડી પાડવામાં આવ્યું, આખી રાત ઓપરેશન ચાલ્યું | 2025-11-14 08:56:41
દિલ્હી બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર કોણે કર્યું હતું ? તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ આવ્યું બહાર | 2025-11-13 09:23:08
દિલ્હી બ્લાસ્ટ: ડો. ઉમર જ હતો વિસ્ફોટવાળી કારમાં, DNA રિપોર્ટમાં મોટો ખુલાસો | 2025-11-13 08:44:49
મુંબઈમાં ડિજિટલ ધરપકડ અને 58 કરોડ રૂપિયાની છેતરપિંડી, તપાસમાં ચીન- હોંગકોંગ- ઇન્ડોનેશિયા કનેક્શન ખુલ્યું | 2025-11-12 09:24:38