મધ્ય પ્રદેશઃ ઉજ્જૈન જિલ્લામાં સોમવારે રોડ પહોળો કરવાના પ્રોજેક્ટને લઇને શાહી મસ્જિદના એક ભાગને તોડી પાડવાના વિરોધમાં તણાવ વધ્યો છે. ઘટના સ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઇ હતી અને પથ્થરમારો કર્યો હતો. જો કે, પોલીસે ટીયર ગેસના સેલ છોડીને મોટી ભીડને વિખેરી નાખી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર, ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્મા ઘટનાસ્થળે હાજર છે. તેમણે જણાવ્યું કે સાવચેતીના પગલા તરીકે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કાયદો- વ્યવસ્થા જાળવવા માટે 2,500 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. ઉપરાંત, રેપિડ એક્શન ફોર્સની (RAF) ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. મસ્જિદની આસપાસ આશરે 500 મીટરના વિસ્તારમાં બેરિકેડિંગ કરી છે, અહીં લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કંથાલ સ્ક્વેરથી ગોપાલ મંદિર સુધીના આશરે 900 મીટર લાંબા રસ્તાને 15 મીટર પહોળો કરવાનો છે. આ વિસ્તારમાં કુલ 7 ધાર્મિક સ્થળો આવતા હતા, જેમાંથી મોટાભાગના પરસ્પર સંમતિથી દૂર કરવામાં આવ્યાં છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
મેરઠ બ્લુ ડ્રમ હત્યાકાંડ: પતિના પાંચ ટુકડા કરનારી પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને કોર્ટે ફટકારી ફાંસીની સજા | 2026-10-14 18:00:46
Video: દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? અભિજીત દીપકેનો દિલ્હી એરપોર્ટ પર વિરોધ | 2026-10-14 17:52:07
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રામલીલા મેળામાં અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોનાં મોત | 2026-10-13 08:56:11