Sat,17 October 2026,5:15 am
Print
header

અમદાવાદ સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ

  • Published By panna patel
  • 2026-09-18 08:41:48
  • /

અમદાવાદ: શહેરમાં આજે સવારથી જ વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પરનું લો-પ્રેશર નબળું પડ્યું છે, પરંતુ તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. શહેરના સેટેલાઇટ, વસ્ત્રાપુર, એસ.જી. હાઈવે, ગોતા અને ઓગણજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ગોતા અને ઓગણજમાં 40 મીનિટમાં 2 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. વહેલી સવારના સમયે વરસાદ શરૂ થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ જિલ્લાઓમાં સામાન્ય પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે.

આજે સવાર સુધીમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ, ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. 11 જિલ્લામાં સવાર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં પવન અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch