Sat,17 October 2026,4:58 am
Print
header

પગાર 52 હજાર રૂપિયા અને સંપત્તિ અધધધ...પંચાયત એક્ઝિક્યુટિવ ઓફિસર પાસે 35 પ્લોટ, 2 મકાનો અને રોકડ સહિત અપ્રમાણસર સંપત્તિ

  • Published By
  • 2026-09-23 19:21:54
  • /

ઓડિશાઃ વિજિલન્સે મંગળવારે બરગઢ જિલ્લાના એક પંચાયત કાર્યપાલક અધિકારી (પીઈઓ)ના સ્થળો પર દરોડા પાડીને 35 પ્લોટ, બે મકાન, એક માર્કેટ કોમ્પ્લેક્સ, એક ગોડાઉન, 2.98 લાખ રોકડા સહિત અન્ય સંપત્તિઓનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

વિજિલન્સના અધિકારીઓના જણાવ્યાં મુજબ, ગુપ્ત બાતમીને આધારે સતર્કતા વિભાગના અધિકારીઓએ સવારે બરગઢ જિલ્લાની કટાભાલ પંચાયતના પંચાયત કાર્યપાલક અધિકારી (પીઈઓ) કાર્તિકેશ્વર બેહેરાની સંપત્તિઓ સાથે સંકળાયેલા છ સ્થળો પર દરોડા પાડ્યાં હતા.

આ ઓપરેશનમાં વિજિલન્સ વિભાગને એક બે માળનું મકાન, એક નિર્માણાધીન મકાન, એક માર્કેટ કોમ્પ્લેક્સ, એક ગોડાઉન, 35 પ્લોટ, 2.98 લાખ રોકડા, એક ફોર-વ્હીલર વાહન, એક ટ્રેક્ટર અને ચાર મોટરસાઇકલ મળી આવ્યાં હતા.

અધિકારીઓએ ઉમેર્યું હતું કે અહીંથી લાખો રૂપિયાનું સોનું અને ઘરવખરીનો સામાન તેમજ ગોડાઉનમાં રાખવામાં આવેલા આશરે ₹22 લાખની કિંમતના મહુડાના ફૂલ પણ જપ્ત કરવામાં આવ્યાં છે.  

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેહેરાએ જુલાઈ 1994માં ગૈસિલેટ ગ્રામ પંચાયતના સચિવ તરીકે સરકારી સેવાની શરૂઆત કરી હતી. તે સમયે તેમનો શરૂઆતનો પગાર દર મહિને રૂ. 500 હતો. વર્ષ 2009માં તેમને બઢતી આપીને પંચાયત કાર્યપાલક અધિકારી બનાવવામાં આવ્યા હતા.

બેહેરા છેલ્લા 30 થી વધુ વર્ષોથી બરગઢ જિલ્લામાં ફરજ બજાવી રહ્યાં છે અને હાલમાં તેમનો માસિક પગાર 52,320 છે. ત્યારે તેમને ભ્રષ્ટાચાર કરીને ભેગી કરેલી સંપત્તિ હવે જપ્ત કરાઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch