પેટલ ગેહલોતે કહ્યું, દર વર્ષે જુઠ્ઠાણું વારંવાર બોલવાથી તે સત્ય નથી બની જતું
શાહબાઝ શરીફે ફરી એકવાર પોતાના ભાષણમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો
ન્યુયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણ બાદ, ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ પેટલ ગેહલોતે આતંકવાદ, ધાર્મિક અસહિષ્ણુતા, લોકશાહી અધિકારો અને કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. ગેહલોતે શરીફના ભાષણ પર નિશાન સાધતા કહ્યું કે જનરલ એસેમ્બલીએ પાકિસ્તાની પ્રતિનિધિ તરફથી કેટલીક વિચિત્ર ટિપ્પણીઓ સાંભળી. આ એવા સમયે થયું જ્યારે ન્યૂયોર્ક અને સમગ્ર વિશ્વ લગભગ બે અઠવાડિયા પહેલા 9/11 આતંકવાદી હુમલાની 25 મી વર્ષગાંઠ પર આતંકવાદ સામે એક થવાની વાતો કરી રહ્યું હતુ.
ઓસામા બિન લાદેન પાકિસ્તાની લશ્કરી એકેડેમી પાસે રહેતો હતો
પટેલ ગેહલોતે કહ્યું કે 9/11 હુમલાનો સંદર્ભ મહત્વપૂર્ણ છે, કારણ કે હુમલાનો માસ્ટર માઇન્ડ ઓસામા બિન લાદેન પાકિસ્તાની લશ્કરની મુખ્ય લશ્કરી એકેડેમીની બાજુમાં રહેતો હતો. આજે પાકિસ્તાની પ્રતિનિધિ દ્વારા જે સંસ્થાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી તે પાકિસ્તાની લશ્કરની જ સંસ્થા હતી. પાકિસ્તાનમાં ફોર્મ 47 સરકાર તરીકે ઓળખાતી સરકાર પાસેથી આવી વાતો સાંભળવી આશ્ચર્યજનક નથી.
લોકશાહી અધિકારોની વાત કરનાર શાસન પોતાના લોકોથી ડરે છે
ભારતે પાકિસ્તાન પર લોકશાહી અને માનવ અધિકારો અંગે બેવડા ધોરણોનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતે એક એવા શાસન પાસેથી લોકશાહી અધિકારો અને માનવ મૂલ્યો પર દંભી ઉપદેશો સાંભળ્યા છે જેની રાજધાની હાલમાં પોતાના લોકોથી પોતાને બચાવવા માટે મજબૂત બનાવવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં નાગરિકો પર અત્યાચાર થઇ રહ્યાં છે.
ભારતે કાશ્મીર પર PoKનો ઉલ્લેખ કર્યો
ભારતે પણ શાહબાઝ શરીફના જમ્મુ અને કાશ્મીરના મુદ્દાને ઉઠાવતા ભાષણનો જવાબ આપ્યો. ગેહલોતે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને રહેશે. તેમણે કહ્યું કે જો કાશ્મીરની ચર્ચા કરવી હોય, તો પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) ની પરિસ્થિતિ પર પણ ધ્યાન આપવું જોઈએ. રાવલકોટના લોકોને પૂછો કે તેઓ લાંબા સમયથી કેવી રીતે પાકિસ્તાની સેનાના અત્યાચારનો ભોગ બન્યાં છે.
સીમાપાર આતંકવાદ પાકિસ્તાનની લાંબા સમયથી ચાલતી નીતિ છે
ભારતે તેના પ્રતિભાવમાં સરહદપાર આતંકવાદને મુખ્ય મુદ્દા તરીકે પ્રકાશિત કર્યો. ગેહલોતે કહ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી સરહદપાર આતંકવાદની નીતિ અપનાવી રહ્યું છે. આતંકવાદીઓને ભાગવા કે છુપાવવા માટે કોઈ જગ્યા રહેશે નહીં. આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો અમારા અધિકારનો ઉપયોગ લેવામાં આવશે.
તેમણે કહ્યું કે ભારતને વિશ્વાસ છે કે યુએન જનરલ એસેમ્બલી પાકિસ્તાન અને તેની નીતિઓને વાસ્તવિક છે તે રીતે જોશે, નહીં કે તે રીતે પાકિસ્તાની પ્રતિનિધિ તેમને ખોટી રીતે રજૂ કરે છે.
શહબાઝ શરીફે ફરીથી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
અગાઉ શુક્રવારે યુએન જનરલ એસેમ્બલીમાં તેમના લગભગ 23 મિનિટના ભાષણમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 2025 માં ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો. શરીફે સંઘર્ષમાં સમયસર હસ્તક્ષેપ કરવા બદલ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. શરીફે ફરી એકવાર તેમના ભાષણમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયા ફરીથી 2025 માં થયેલા સંઘર્ષની અણી પર ન પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવશ્યક છે. જોકે, પાકિસ્તાનના દાવા અને ટ્રમ્પના નિવેદન વચ્ચે, ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થીને નકારી કાઢી છે.
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા યોગ્ય જવાબ આપ્યો હતો
ભારતે 7 મે, 2025 ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતુ, આ કાર્યવાહી 22 મેના રોજ કરવામાં આવી હતી. એપ્રિલ 2025 માં પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપવામાં આવ્યો કે જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા. આ કાર્યવાહી દરમિયાન ભારતે પાકિસ્તાનના કબ્જા હેઠળના (પીઓકેમાં) આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું હતું.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક | 2026-10-06 09:05:13
યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ | 2026-10-06 08:30:59
ફ્લાય દુબઈમાં કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર સહ-પાયલટની ઓળખ સામે આવી, તેનો ઇરાદો ઇઝરાયલમાં વિમાન ક્રેશ કરવાનો હતો | 2026-10-03 09:12:58
યુક્રેન યુદ્ધ પીએમ મોદીના વિચાર પર સમાપ્ત થઈ શકે છે, રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન | 2026-10-02 09:48:54
ફ્લાય દુબઈના કેપ્ટન સ્મિત પર ઓમાનના કો-પાયલટે આવી રીતે છરી મારી હતી, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહી આ વાત | 2026-10-02 09:32:21
મેરઠ બ્લુ ડ્રમ હત્યાકાંડ: પતિના પાંચ ટુકડા કરનારી પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને કોર્ટે ફટકારી ફાંસીની સજા | 2026-10-14 18:00:46
Video: દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? અભિજીત દીપકેનો દિલ્હી એરપોર્ટ પર વિરોધ | 2026-10-14 17:52:07
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રામલીલા મેળામાં અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોનાં મોત | 2026-10-13 08:56:11