Sat,17 October 2026,5:19 am
Print
header

CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJP રસ્તા પર: દિલ્હીમાં કલમ 163 લાગુ, મુંબઈમાં જોરદાર વિરોધ

  • Published By
  • 2026-10-02 18:04:19
  • /
  • મુંબઈમાં શિવાજી પાર્કમાં પ્રદર્શન
  • નસીરુદ્દીન શાહ, શબાના આઝમી અને વિશાલ દદલાની પણ જોડાયા

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. સીજેપી (કોકરોચ જનતા પાર્ટી) ના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓ ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ અને મતદાર યાદીમાં ફેરફારો સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. દિલ્હી, મુંબઈ સહિત વિવિધ શહેરોમાં પ્રદર્શનો દ્વારા જ્ઞાનેશ કુમાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે બંધારણ અને લોકતાંત્રિક અધિકારોના રક્ષણ માટે અવાજ ઉઠાવવો હવે જરૂરી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી દિલ્હી સિવાય મુંબઈના શિવાજી પાર્કમાં પ્રદર્શન કરી રહી છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ જાહેરાત કરી હતી કે CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે, જો તેઓ રાજીનામું નહીં આપે તો CJP તેમની સામે વિરોધ પ્રદર્શન કરશે. આ જ રીતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ચૂંટણી પંચમાં થયેલી ગેરરીતિઓને લઈને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી છે અને આ મુદ્દે સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યાં છે.

દિલ્હીના જંતર-મંતર ખાતે પોલીસ અને અર્ધલશ્કરી દળોનો સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને દિલ્હી પોલીસ દ્વારા નવી દિલ્હી વિસ્તારમાં BNS ની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર વિસ્તારમાં કોઈ પણ પ્રકારના પ્રદર્શનની પરવાનગી આપવામાં આવી નથી. હાલમાં જંતર-મંતર તરફ કોઈને પણ અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

દિલ્હીથી લઈને મુંબઈ સુધી જ્યાં-જ્યાં પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે, ત્યાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ઉઠી રહી છે. આમ આદમી પાર્ટી, યુથ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, AISA અને SFI જેવા સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યાં છે અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોરચો માંડ્યો છે.  

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch