વડોદરા: શહેરમાં ન્યાય મંદિર વિસ્તારમાં આવેલી ગીતા હોટલના ત્રીજા માળેથી કૂદીને ભાવનગરના 25 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મૃતક યુવક પોતાના પરિવારનો એકનો એક દીકરો હતો. ઘટના સ્થળેથી મળેલી સ્યૂસાઇડ નોટમાં માનસિક તણાવના કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર ખાતે રહેતો હેમલ ડાભી 24 સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ પરિવારને જાણ કર્યા વિના વડોદરા આવ્યો હતો. તેણે ન્યાય મંદિર પાસે આવેલી ગીતા હોટલમાં રૂમ નંબર 306 ભાડે રાખ્યો હતો. રાત્રે બહારથી મંચુરિયન મંગાવીને જમ્યા બાદ તે પોતાના રૂમમાં ગયો હતો. મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ હેમલે હોટલના ત્રીજા માળેથી નીચે ઝંપલાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ હોટલ સ્ટાફે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા હેમલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે જાણ થતાં સીટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પોલીસને તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે લખ્યું છે કે, હું માનસિક રીતે કંટાળી ગયો હોવાથી આ પગલું ભર્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક હેમલ એક કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો હતો. તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ હાલતમાં મળી આવ્યો છે અને પોલીસે તેને કબ્જે લીધો છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે પોલીસે સીડીઆર અને મેસેજ સહિતની વિગતો મેળવી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
કેનેડાના PR મળતાં જ પતિ બદલાઈ ગયો, અપ્રાકૃતિક સંબંધ બાંધીને વીડિયો ઉતાર્યા | 2026-10-06 17:10:21
પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027 માં આંતરરાષ્ટ્રીય સ્તરે કર્યો પ્રવેશ, ગુજરાતની એક માત્ર યુનિવર્સિટી બની | 2026-10-06 15:50:58
પારુલ આયુર્વેદ હોસ્પિટલના માધવબાગ યુનિટમાં આયુર્વેદિક પંચકર્મ દર્દીઓને હૃદયની સારસંભાળની સફરમાં મદદ કરે છે | 2026-10-06 15:40:03
પારુલ યુનિવર્સિટીમાં લૉ ફેસ્ટ સંવિધાન પે ચર્ચા 4.0, જજો અને કાયદાકીય નિષ્ણાંતોએ બંધારણ પરની આ ચર્ચાનું નેતૃત્વ કર્યું | 2026-10-06 15:33:51
આ ક્લાસ- 1 અધિકારીએ 59 વર્ષની ઉંમરે 40 હજાર રૂપિયાની લાંચ લીધી અને ACB ના હાથે ઝડપાઇ ગયા | 2026-10-06 12:22:22