Tue,23 April 2024,2:04 pm
Print
header

વડોદરા: નદીમાં યુવકનો પગ લપસી ગયો અને મગર તેને ખેંચી ગયો, મૃતદેહને લઈને મગર 2 કલાક નદીમાં ફરતો રહ્યો-Gujaratpost

ફાયર બ્રિગેડની ટીમે યુવાનના મૃતદેહને બહાર કાઢવા માટે રેસ્ક્યૂં ઓપરેશન હાથ ધર્યું

ઘટનાની જાણ થતાં જ નદી કિનારે ગ્રામજનો ટોળા એકઠા થયા

યુવકના પરિવારજનોને કરાઇ જાણ

વડોદરાઃ ઢાઢર નદીમાં યુવકનો પગ લપસતા નદીમાં ડૂબ્યો હતો અને મગર યુવકને ખેંચી ગયો હતો. મગરથી બચવા માટે યુવકે ઘણા પ્રયાસ કર્યાં હતા પરતું યુવકનું મોત થયું હતુ, મગર યુવકના મૃતદેહને લઈને સતત બે કલાક સુધી નદીમાં ફરતો જોવા મળ્યો હતો. આ અંગે લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે યુવાનની લાશને બહાર કાઢવા માટે રેસ્ક્યૂં ઓપરેશન હાથ ધર્યું હતું.

યુવક કોઈ કામ અર્થે નદી કિનારે ગયો હતો. દરમિયાન તેનો પગ લપસતા તે નદીમાં પડયો હતો. નદીમાં રહેલા મગરે યુવાન પર હુમલો કર્યો હતો. મગર આ યુવાનને ખેંચી નદીમાં લઈ ગયો હતો. યુવાનના મોત બાદ પણ મગર તેના મૃતદેહને લઈને નદીમાં 2 કલાક સુધી ફરતો રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નદી કિનારે ગ્રામજનો ટોળા એકઠા થયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે યુવાનના મૃતદેહની શોધખોળ માટે રેસક્યું ઓપરેશન શરૂ કર્યું હતુ

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch