Mon,28 April 2025,11:42 pm
Print
header

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃતિ પછી તેમના સ્થાને કોણ......?? યોગી આદિત્યનાથે કહી આ વાત

નવી દિલ્હીઃ નાગપુર સંઘ કાર્યાલયની મુલાકાત પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃતિની વાતો થઇ રહી છે, ભાજપમાં 75 વર્ષ પછી નિવૃતિની પરંપરા છે અને હવે મોદીની જગ્યા કોણે મળશે તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, આ બધાની વચ્ચે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે.

યોગીએ કહ્યું કે રાજનીતિ મારી કાયમી નોકરી નથી, યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું કે, આરએસએસ તમને પસંદ કરે છે, મોદીજી તમને પસંદ કરે છે, આ દેશનો એક મોટો વર્ગ તમને મોદી બાદ વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, તો તમે તેના વિશે શું કહેશો ? જેની સામે તેમને કહ્યું કે ઉત્તર પ્રદેશની જનતાએ મને મુખ્યમંત્રીની ખુરશી સોંપી છે અને હું તેમના માટે કામ કરી રહ્યો છું, હું એક યોગી છું. રાજનીતિ મારી કાયમી નોકરી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારે નાગપુર આરએસએસના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી, ત્યાર પછી શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન પોતાની નિવૃતિની ઍપ્લિકેશન આપવા સંઘના હેડક્વાર્ટર ગયા હતા. તેઓ સપ્ટેમ્બરમાં નિવૃત્તિ જાહેર કરવાના છે. સંઘ હવે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વમાં ફેરફાર કરવા માંગે છે. આગામી વડાપ્રધાન મહારાષ્ટ્રમાંથી હશે.

નોંધનિય છે કે યોગીએ પીએમ પદને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી, પરંતુ હવે ભાજપ, સંઘ અને રાજનીતિમાં મોદી પછી કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch