Fri,26 April 2024,1:45 am
Print
header

આખરે યુદિયુરપ્પાએ છોડવી પડી મુખ્યપ્રધાનની ખુરશી, હવે નવા સીએમના નામો પર નજર

બેંગ્લુરૂઃ આખરે ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન પદની ખુરશી છોડી દેવી પડી છે તેમને આજે કર્ણાટકના મુખ્યપ્રધાન પદેથી રાજ્યપાલને રાજીનામું આપવું પડ્યું છે. રાજીનામું આપ્યાં પછી તેમને કહ્યું કે મારા પર ભાજપ હાઇકમાન્ડે કોઇ દબાણ કર્યું નથી પરંતુ મારો કાર્યકાર મુશ્કેલીભર્યો રહ્યો છે. જો કે તેમને કહ્યું છે કે તેઓ હવે ભાજપને મજબૂત કરવાના કામમાં લાગી જશે અને પાર્ટી માટે આગળ પણ કામ કરતા જ રહેશે.

છેલ્લા ઘણ સમયથી કર્ણાટકને લઇને ચાલી રહેલી રાજકીય ચર્ચાઓનો અંત આવ્યો છે હવે નવા મુખ્યપ્રધાનના નામો પર ચર્ચાઓ થઇ ગઇ છે જેમાં બીએલ સંતોષ, સીટી રવિ, પ્રહલાદ જોશી, મુરૂએશ નિરાની, બાસવરાજ બોમ્મઈ, અરવિંદ બેલાડ અને બાસનગૌડા પાટિલ યતનાલના નામો સીએમની રેસમાં ચાલી રહ્યાં છે ટૂંક સમયમાં જ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને વડાપ્રધાન મોદી સાથે ચર્ચાઓ બાદ ભાજપ કોઇ નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch