Fri,19 April 2024,8:21 pm
Print
header

ટેરર ​​ફંડિંગ કેસઃ કોર્ટે યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારતા સુરક્ષાદળો પર પથ્થરમારો- Gujarat Post

નવી દિલ્હીઃ પટિયાલા હાઉસ કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ​​ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.આ કેસમાં યાસીન મલિકને દોષી ઠેરવ્યાં પછી સજાનું એલાન કરાયું છે.

પટિયાલા હાઉસ કોર્ટમાં NIAની વિશેષ કોર્ટે સજાની જાહેરાત કરી છે. સજાના એલાન બાદ યાસીન મલિકના ઘરની બહાર તેના સમર્થકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યાં હતા. જેની સામે જવાનોએ હવામાં ગોળીબાર કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. શ્રીનગરની આજુબાજુના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિકે ટેરર ​​ફંડિંગના કેસમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો.19 મેના રોજ ન્યાયાધીશ પ્રવીણ સિંહે યાસીનને દોષિત ઠેરવ્યો હતો, NIAને તેની નાણાંકીય સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતુ.

યાસીન મલિક પર ગુનાહિત ષડયંત્ર, દેશ વિરુદ્ધ યુદ્ધ, અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓ, કાશ્મીરમાં શાંતિ ભંગના આરોપ હતા.આ કેસમાં તેને ગુનો કબૂલી લીધો હતો. સુનાવણીની છેલ્લી તારીખે તેને કોર્ટને કહ્યું હતુ કે તે કલમ 16 (આતંકવાદી અધિનિયમ), 17 (આતંકવાદી અધિનિયમ માટે ભંડોળ એકત્ર કરવું), 18 (આતંકવાદી કૃત્ય કરવા માટેનું કાવતરું), UAPAની કલમ 20 (એકના સભ્ય તરીકે) સજા આપી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું), 124-એ (રાજદ્રોહ) સહિત તેની સામે લગાવવામાં આવેલા આરોપો સામે તે હવે લડશે નહીં. મલિક 2019થી દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.

યાસીન મલિકની સજા અંગેના નિર્ણયને લઈને જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે.શ્રીનગરના લાલ ચોકમાં પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. યાસીન મલિકે કોર્ટરૂમમાં પોતાનો બચાવ કરતા કહ્યું હતુ કે જો હું 28 વર્ષોમાં કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિમાં સામિલ હોવ અને તમે આ સાબિત કરી દો તો હું રાજકારણમાંથી નિવૃત્ત થઈ જઇશ અને મોતની સજા પણ સ્વીકારી લઇશ, તેને એમ પણ કહ્યું કે મે 7 વડાપ્રધાનોના સમયમાં કામ કર્યું છે.

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાને યાસીન મલિકને સજા આપવાના આદેશનો વિરોધ કર્યો છે. ઈમરાને લખ્યું છે કે, હું કાશ્મીરી  નેતા યાસીન મલિક સામે મોદી સરકારની ફાસીવાદી નીતિનો વિરોધ કરૂં છું, મલિકને ખોટા આરોપોમાં સજા આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે ફાંસીવાદી મોદીનો વિરોધ કરવો જોઇએ. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch