Thu,25 April 2024,12:56 pm
Print
header

કલાકોમાં આવી રહ્યું છે યાસ (YAAS) વાવાઝોડું, પશ્વિમ બંગાળમાં હજારો લોકોનું સ્થળાંતર

પશ્વિમ બંગાળઃ તૌકતે વાવાઝોડા બાદ હવે દેશમાં વધુ એક વાવાઝોડાનો કહેર વર્તાય શકે છે. યાસ વાવાઝોડાને કારણે ઓરિસ્સા અને પશ્વિમ બંગાળમાં ભારે પવન સાથે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે, બંગાળની મમતા બેનર્જી સરકારે હજારો લોકોનું સ્થળાંતર શરૂ કરી દીધું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ જેટલા રાજ્યોમાં 185 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઇ શકે છે અને ભારે વરસાદ થશે, જેથી એનડીઆરએફની અનેક ટીમો અહી તૈનાત કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું દબાણ હવે કલાકોમાં જ ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થશે, જેથી પશ્વિમ બંગાળ અને ઓરિસ્સામાં તબાહી મચી શકે છે. આ વાવાઝોડું 26 મેના દિવસે ઓડિસ્સાના પારાદીપ અને પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડ વચ્ચેથી પસાર થશે. જેને પગલે આ રાજ્યોમાં કરોડો રૂપિયાનું નુકસાન થઇ શકે છે. કેન્દ્ર સરકાર પણ આ વાવાઝોડાને લઇને સતર્ક છે વડાપ્રધાન મોદીએ અધિકારીઓ સાથે ચર્ચા કરીને વાવાઝોડાથી લોકોને બચાવવા આદેશ આપ્યાં છે સાથે જ બચાવ કામગીરીને લઇને તૈયારીઓ કરી લેવામાં આવી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch