Fri,19 April 2024,10:52 am
Print
header

ઈથોપિયાના વડાપ્રધાન અબી અહેમદને શાંતિનું નોબેલ પુરસ્કાર મળશે, દેશના મંડેલા તરીકે ઓળખાય છે

ઓસ્લો: વર્ષ 2019ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે, આ વખતે ઈથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલીને પ્રતિષ્ઠિત શાંતિનું નોબેલ સન્માન આપવામાં આવશે. તેમને પાડોશી દેશ ઈરીટ્રિયા સાથે સરહદ વિવાદનો ઉકેલ લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે, 43 વર્ષના અબી અહેમદ એપ્રિલ 2018માં ઈથોપિયાના વડાપ્રધાન બન્યાં હતા, ત્યાર બાદ તેમને દેશમાં અને પાડોશી દેશો સાથે શાંતિ સ્થાપી છે, કોઇ જ દેશ સાથે યુદ્ધની સ્થિતિ ઉભી થવા દીધી નથી.

ઇરીટ્રિયા અને ઇથોપિયા વચ્ચે 20 વર્ષથી સૈન્ય તનાવ હતો, જેમાં વર્ષ 1998થી 2000ની વચ્ચે તેમની વચ્ચે યુદ્ધ થયું હતુ, જો કે બંને દેશો વચ્ચે શાંતિની પહેલા કરનારા અબી અહેમદ અલીને દુનિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે, તેમને ઇથોપિયાના નેલ્સન મંડેલા તરીકે ઓળખવામાં આવે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch