અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ દરમિયાન તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને કોહલીને મળવા આવેલા યુવકની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે, પોલીસે તેની સામે પોલીસ સાથે ઘર્ષણ, ગેરકાયદેસર રીતે પીચ સુધી પહોંચવાનો ગુનો નોંધ્યો છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં ટી-શર્ટ અને માસ્ક પહેરનાર આ યુવક ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે. તેના પિતા ચીનના છે. માતા ફિલીપાઇન્સની છે. વેન જોન્સન સામે ઓસ્ટ્રલિયામાં 3 ગુના પણ નોંધાયેલા છે.
#WATCH | Gujarat: The man who entered the field during the India vs Australia Final match, brought to the Chandkheda Police Station in Ahmedabad pic.twitter.com/pm9AMyhsSi
— ANI (@ANI) November 19, 2023
ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે યુવકનું નામ વેન જોન્સન છે. તેની ઉંમર 24 વર્ષની છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જોન્સન એક રીઢો ગુનેગાર છે. ઓસ્ટ્રેલિયામાં તેની સામે આ પ્રકારના ઘણા કેસ નોંધાયેલા છે. જોન્સે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે વિરાટ કોહલીનો ફેન છે. તે કોહલીને મળવા માંગતો હતો. જોન્સને કહ્યું કે તે પેલેસ્ટાઈનનો સમર્થક છે. એટલા માટે તેણે પેલેસ્ટાઈન તરફી ટી-શર્ટ અને માસ્ક પહેર્યા હતા. ICCના નિયમો અનુસાર ICCના કાર્યક્રમોમાં રાજકીય નારા લગાવી શકાતા નથી. આ સાથે ભારતમાં પણ આવા કૃત્યો પર પ્રતિબંધ છે.
હવે જાણો મેચની સ્થિતિ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કાંગારૂ ટીમ માટે ટ્રેવિસ હેડે 141 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. મારંશ લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 15 રન બનાવીને, ડેવિડ વોર્નર સાત રન બનાવીને, સ્ટીવ સ્મિથ ચાર રન બનાવીને આઉટ થયા હતા. ગ્લેન મેક્સવેલે અણનમ બે રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ ભારતનું ત્રીજી વખત ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. તેમને ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ટીમ 11મી મેચમાં પાછળ રહી ગઈ હતી. ભારતને બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી વખત રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળની ટીમ 2003માં ભારતની હાર થઇ હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
આ કેસ બન્યો ચર્ચાનો વિષય....વિદેશી યુવતીએ ફાર્મા કંપનીના સીએમડી પર લગાવ્યો બળાત્કારનો આરોપ | 2023-11-24 08:42:56
ISISના મોટા આતંકી ષડયંત્રનો ઘટસ્ફોટ...અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક મોટા શહેરો હતા નિશાના પર | 2023-11-23 14:38:37
ગુજરાત પોલીસમાંથી 6,400 TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ | 2023-11-23 09:09:02
અમદાવાદ પોલીસનો તોડકાંડઃ 3 પોલીસકર્મીઓ, 7 ટીઆરબી સસ્પેન્ડ, વેપારી ફરિયાદ નોંધાવશે તો અપહરણ-ખંડણીનો ગુનો નોંધાશે- Gujarat Post | 2023-11-22 15:36:08