અમદાવાદઃ ICC ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો છે. હાર બાદ ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોનું દિલ તૂટી ગયું હતું. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેની તસવીરો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.
ભારતીય ટીમની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યાં હતા.મોહમ્મદ શમીએ એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે વડાપ્રધાનને ગળે લગાવીને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું, 'દુર્ભાગ્યે આ અમારો દિવસ ન હતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ પ્રશંસકોનો આભાર માનું છું. હું વડાપ્રધાનનો આભારી છું, જેઓ ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવ્યાં અને અમને પ્રોત્સાહિત કર્યાં. અમે ફરીથી પ્રયાસ કરીશું.
રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથેની મુલાકાતનો ફોટો શેર કર્યો છે. જેમાં મોદી જાડેજા સાથે હાથ મિલાવી રહ્યાં છે. જાડેજાએ લખ્યું, અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ અમે હારી ગયા. અમે બધા દુઃખી છીએ, પરંતુ લોકોનો પ્રેમ અમને પ્રોત્સાહિત કરી રહ્યો છે. મોદીની ડ્રેસિંગ રૂમની મુલાકાત પ્રેરણાદાયી હતી.
શ્રેયસ અય્યરે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. શ્રેયસે લખ્યું, અમારું દિલ તૂટી ગયું છે. તે હજુ પણ શાંત નથી થયું અને થોડા સમય માટે નહીં થાય. આ મારો પહેલો વર્લ્ડકપ હતો જેણે મને ઘણું શીખવ્યું. BCCI, ટીમ મેનેજમેન્ટ, સપોર્ટ સ્ટાફ અને ચાહકોનો આભાર કે જેમણે અમને શરૂઆતથી અંત સુધી સમર્થન આપ્યું. જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમને પણ અભિનંદન.
We're heartbroken, it still hasn't sunk in and it won't for a while. My first World Cup was an experience that has taught me so much and made me grateful for everything that's come my way. Thank you to the @BCCI, team management, support staff, my teammates and you the fans for… pic.twitter.com/I6GG2VmT1b
— Shreyas Iyer (@ShreyasIyer15) November 20, 2023
ઓસ્ટ્રેલિયાની ટીમ 8મી વખત ફાઈનલ રમવા આવી હતી. તેને 1975માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1996માં શ્રીલંકા સામે બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007, 2015 અને 2023માં સૌથી વધુ 6 વખત આ ખિતાબ જીત્યો છે. તેણે 1999 થી 2007 સુધી સતત ત્રણ વખત આ ખિતાબ જીત્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
આ કેસ બન્યો ચર્ચાનો વિષય....વિદેશી યુવતીએ ફાર્મા કંપનીના સીએમડી પર લગાવ્યો બળાત્કારનો આરોપ | 2023-11-24 08:42:56
ISISના મોટા આતંકી ષડયંત્રનો ઘટસ્ફોટ...અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક મોટા શહેરો હતા નિશાના પર | 2023-11-23 14:38:37
ગુજરાત પોલીસમાંથી 6,400 TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ | 2023-11-23 09:09:02
અમદાવાદ પોલીસનો તોડકાંડઃ 3 પોલીસકર્મીઓ, 7 ટીઆરબી સસ્પેન્ડ, વેપારી ફરિયાદ નોંધાવશે તો અપહરણ-ખંડણીનો ગુનો નોંધાશે- Gujarat Post | 2023-11-22 15:36:08