સુરતઃ શહેરમાં તાજેતરમાં આવેલા ખાડી પૂરને કારણે ડીંડોલી અને ગોડાદરા વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ હતી. સરકાર દ્વારા પૂર અસરગ્રસ્તો માટે કેશ ડોલ અને રાહત સહાયની જાહેરાત કરાઈ હોવા છતાં દિવસો વિત્યા બાદ પણ સ્થાનિક રહીશો સહાયથી વંચિત રહેતાં તંત્ર સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે.
ગોડાદરા અને ડીંડોલીની 15થી વધુ સોસાયટીઓ જેવી કે રણછોડ નગર, વૃંદાવન, દેવીદર્શન, સાંઈ ધામ, પ્રિયંકા-1 અને પ્રિયંકા-2 સતત ત્રણ દિવસ સુધી પૂરના પાણીમાં ગરકાવ રહી હતી. ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી અને કિંમતી સામાન સંપૂર્ણપણે પલળી જતાં લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. શહેરમાં અન્ય અસરગ્રસ્તોને સહાય મળી ગઈ હોવા છતાં આ સોસાયટીઓ સાથે તંત્ર દ્વારા ભેદભાવ કરાતો હોવાનો મહિલાઓએ આરોપ લગાવ્યો હતો.
સ્થાનિક મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો મળતાં આજે 50થી વધુ મહિલાઓ સુરત કલેક્ટર કચેરી ખાતે ધસી આવી હતી. અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં રોષે ભરાયેલી મહિલાઓએ કચેરી પરિસરમાં જ બેસીને તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી ધરણા શરૂ કર્યા હતા. મહિલાઓએ સ્પષ્ટ ચિમકી આપી છે કે જ્યાં સુધી તમામ અસરગ્રસ્ત પરિવારોને હકની કેશ ડોલ ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
સુરતમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના, ટ્યુશન જવાનો સમય થયો ત્યારે 5 માં ધોરણની વિદ્યાર્થિની ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2026-09-12 17:24:31
સુરતમાં દંપતીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.13 લાખની ઠગાઈ: મુંબઈનો ગઠિયો દિલ્હીથી ઝડપાયો | 2026-09-10 18:17:10
નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ | 2026-09-08 17:58:51
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
સુરતનું રિસર્ચ આધારિત સ્ટાર્ટઅપ નવીનમાર્ટ, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે MY FM એક્સેલન્સ એવોર્ડ 2026 થી સન્માનિત | 2026-09-01 08:33:03