ભાવનગરઃ સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવ્યાં ની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકો જોખમી જગ્યા પર સેલ્ફી લેવાનું ટાળતા નથી. આ કારણે જ સેલ્ફી લેવાના ચક્કરમાં થતાં મોતની સંખ્યા વધી રહી છે.શિહોરના ગૌતમેશ્વર તળાવમાં યુવક અને યુવતી ડૂબી ગયા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
ગૌતમેશ્વર તળાવ ખાતે સેલ્ફી લેવા જતા એક યુવતીનો પગ લપસી ગયો હતો. યુવતી નો પગ લપસતાં તે તળાવમાં ગરકાવ થઈ હતી. જેથી એક યુવાને ડૂબી રહેલી યુવતીને બચાવવા તળાવમાં છલાંગ લગાવી હતી, પરંતુ યુવતી પાછળ છલાંગ લગાવનાર યુવાન પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ગૌતમેશ્વર તળાવે ફરવા ગયા હતા તે વખતે આ દુર્ઘટના બની છે.
ફાયર વિભાગ દ્વારા પાણીમાં ગુમ થયેલા યુવક અને યુવતીની શોધખોળ હાથ ધરાઇ છે. યુવક અને યુવતી ડૂબ્યાના સમાચાર થોડીવારમાં જ આસપાસના વિસ્તારમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું, યુવક-યુવતીને શોધવાની કામગીરી શરૂ કરી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29