Tue,23 April 2024,7:27 pm
Print
header

શિયાળામાં બાજરીનું સેવન કરવાથી માખણની જેમ પીગળી જશે ચરબી ! આ બીમારીઓ થશે કંટ્રોલ

નબળી દિનચર્યા અને ખાવાની ખોટી ટેવોને કારણે મોટાભાગના લોકો મેદસ્વી બની રહ્યાં છે. એક રિસર્ચ અનુસાર ભારતમાં લગભગ 60-70 ટકા લોકો જાડાપણાની ઝપેટમાં છે, જેમાં માત્ર પુખ્ત વયના લોકો જ નહીં પરંતુ બાળકોનો પણ સમાવેશ થાય છે. મેદસ્વિતા ઘણું બધું વ્યક્તિત્વ બગાડે છે. આ સાથે જ તમારો આત્મવિશ્વાસ પણ નબળો પડી જાય છે. વધતું વજન તેની સાથે અનેક રોગો પણ લાવે છે. શરીરમાં ચરબીના કોષો વધવાને કારણે શ્વાસની તકલીફ, મેટાબોલિઝમ ધીમું થવું, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સાંધાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મેદસ્વી લોકોએ તેમના આહારમાં પ્રોટીન અને ફાઇબરથી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આ ઋતુમાં બાજરીનો વધુ વપરાશ કરવો જોઇએ.બાજરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન, આયર્ન, ફોલેટ, ઝિંક અને વિટામિન બી6 હોય છે, જે આપણને ઘણી રીતે લાભ આપે છે.

બાજરી વજન ઘટાડે છે

શિયાળાની ઋતુમાં લોકો પોતાના વધતા વજનથી પરેશાન રહે છે.પરંતુ જો તમે બાજરીને તમારા આહારમાં સામેલ કરો છો, તો પછી તમે તમારા વધતા વજનને નિયંત્રિત કરી શકશો. તેમાં ઓછી કેલરી હોય છે અને તે ફાઇબરથી ભરપૂર હોય છે, જે વજન ઘટાડવા માટે જરૂરી છે.

ડાયાબિટીસને દૂર રાખે છે

જો તમે ડાયાબિટીસ ટાઇપ 2 સામે ઝઝૂમી રહ્યાં છો તો બાજરી તમારા માટે એક મહત્વનું અનાજ સાબિત થઇ શકે છે. તેમાં ઉચ્ચ ફાઇબર હોય છે જે ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘટાડવામાં મદદ કરે છે અને બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.

વાળ, ત્વચા, નખ માટે ફાયદાકારક

બાજરીના સેવનથી તમારા વાળ, નખ અને ત્વચા સ્વસ્થ રહે છે. તેમાં હાજર ઝિંક, પ્રોટીન, આયર્ન, ફોલેટ, વિટામિન બી વગેરે તેમના સ્વાસ્થ્યને સુધારવામાં ઘણી મદદ કરે છે.

બાજરીને આવી રીતે સામેલ કરો તમારા આહારમાં 

- પ્રેશર કુકરમાં એક કપ બાજરી અને બે કપ પાણી નાખી ગેસ પર ચઢાવો. બે સીટીમાં ઉતારી સર્વ કરો.
- તમે બાજરીને દૂધ સાથે ઉકાળીને અથવા ખીર બનાવીને પણ ખાઈ શકો છો.
- બાજરીને આખી રાત પાણીમાં નાખીને સવારે છાશ કે દહીંમાં મિક્સ કરીને થોડા કલાકો માટે રહેવા દો. પછી જમી લો.
- તમે તેની બ્રેડ પણ બનાવી શકો છો અને તેને ડાયટમાં સામેલ કરી શકો છો.
- આ સિવાય તમે તેની ખીચડી પણ બનાવી શકો છો.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar