Fri,26 April 2024,3:22 am
Print
header

WHOએ જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનને તાત્કાલિક ધોરણે આપી મંજૂરી

જીનિવાઃ જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ કોરોના વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તાત્કાલિક ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી છે. મંજૂરી આપ્યાં પછી હવે આંતરરાષ્ટ્રીય કોવેક્સ અભિયાન અંતર્ગત ગરીબ દેશોમાં સપ્લાઇ કરી શકાશે. જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનની ખાસ વાત એ છે કે આના 2 ડોઝની જગ્યાએ દર્દીને 1 જ ડોઝની જરૂર પડે છે. ભારતમાં કોરોના પોઝિટિવનો આંક 1 કરોડ 13 લાખ 33 હજાર 491 પર પહોંચી જતાં તે વિશ્વમાં ત્રીજા ક્રમાંક પર છે, જ્યારે કોરોના સંક્રમણમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક પર અમેરિકા છે, ત્યાં 2 કરોડ 99 લાખ 90 હજાર 597 દર્દી પોઝિટિવ મળી આવ્યાં છે.

વિશ્વમાં ગત 24 કલાકમાં 4.85 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 9 હજારથી વધુ દર્દીઓનાં મોત થયાં છે. અત્યાર સુધી વિશ્વમાં 9 કરોડ 62 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે. બીજી તરફ 26 લાખ 50 હજારથી વધારે લોકોના કોરોના સંક્રમણથી મૃત્યું થયા છે. સમગ્ર વિશ્વમાં અત્યારે જોવા જઈએ તો 2 કરોડ 6 લાખથી વધારે દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. ડેનમાર્ક, નોર્વે અને આઈસલેન્ડ સહિત યુરોપના 6 દેશોમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફર્ડની કોરોનાની વેક્સિનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાતાં કંપનીએ સફાઈ આપી હતી. તેમનું કહેવું હતું કે તેમની વેક્સિનમાં ગુણવત્તાને લઈને કોઈપણ પ્રકારની લાપરવાહી કરાઈ નથી અને તમામ નિયમોનું કડકાઈથી પાલન પણ કર્યું હતું. તેની વેક્સિનને કારણે હજુ સુધી લોહીના ગઠ્ઠા જામી જવા જેવી આડઅસરોના કોઈ ચોક્કસ પુરાવાઓ સામે આવ્યાં નૈથી

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch