Tue,23 April 2024,6:23 pm
Print
header

પ.બંગાળના પૂર્વ પરિવહન મંત્રી શ્યામલ ચક્રવર્તીનું કોરોનાથી મોત, મમતા બેનર્જી સહીત નેતાઓએ શોક વ્યક્ત કર્યો

પ.બંગાળઃ ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 19 લાખ 63 હજાર 239એ પહોંચી ગયો છે. ત્યારે અવારનવાર કોરોનાથી થનાર અવસાનના દુ:ખદ સમાચારો આવતા રહે છે. પશ્વિમ બંગાળના પૂર્વ પરિવહન મંત્રી અને સિનિયર CPI (M) નેતા શ્યામલ ચક્રવર્તીનું ગુરુવારે કોરોનાને લીધે મોત થયું છે.તેમને 30 જુલાઈએ સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

શ્યામલ ચક્રવર્તી 14 વર્ષ સુધી (1982 થી 1996) બંગાળના પરિવહન મંત્રી હતા. શ્યામલ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન કુલ બે વાર રાજ્યસભાના સાંસદ તરીકે પણ રહી ચુક્યાં હતા.તેમના દુ:ખદ અવસાન પર મમતા બેનર્જી સહીતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

હૈદરાબાદમાં એક આસિસટન્ટ સબ ઈન્સપેક્ટર યુસુફનું ગુરુવારે કોરોના સંક્રમણને લીધે મોત થયું હતુ. યુસુફ હૈદરાબાદના જ બાચૂપલ્લી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદથી તેઓ કુકુટપલ્લીની એક હોસ્પિટલમાં દાખલ હતા.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાથી મૃત્યુદરમાં 1%નો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે મૃત્યુદરનો આંક 2.10% જણાવ્યો હતો જે હવે 2.09% થઈ ગયો છે. કોરોનાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch