Thu,25 April 2024,1:08 pm
Print
header

ભ્રષ્ટ નેતાજી, મંત્રી પાર્થ ચેટર્જીના ઘરેથી મળ્યાં SSC ભરતીના એડમિટ કાર્ડ અને ઉમેદવારોની યાદી - Gujarat Post

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીને એઈમ્સમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ ભુવનેશ્વર એરપોર્ટ મારફતે કોલકત્તાના CGO પરિસરમાં લઈ જવામાં આવ્યા છે, કોર્ટે તેમને 3 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. 22 જુલાઈના રોજ પશ્ચિમ બંગાળ શિક્ષણ ભરતી કૌભાંડના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પાર્થ ચેટરજી (ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી)ના ઘરેથી કથિત રીતે પ્રાથમિક શિક્ષકની જગ્યાઓ માટે રોલ નંબર ધરાવતા 48 ઉમેદવારોની યાદી, ભરતી પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ્સ, લેટરહેડ સહિત ગ્રુપ ડી સ્ટાફની નિમણૂંક સંબંધિત દસ્તાવેજો મળી આવ્યાં છે. EDએ પાર્થ ચેટર્જીના ઘરેથી મળી આવેલા આ તમામ દસ્તાવેજો કોર્ટ રેકોર્ડમાં મૂક્યા છે.

ચેટર્જી જેઓ શાસક ટીએમસીના મહાસચિવ પણ છે, તેમની 23 જુલાઈએ ED દ્વારા આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 2016માં કથિત કૌભાંડ સમયે તેઓ રાજ્યના શિક્ષણ મંત્રી હતા. ચેટર્જીએ ધરપકડ થયા પછી મુખ્યપ્રધાન મમતા બેનર્જીને 4 વખત ફોન કર્યો હતો, પરંતુ તેમને જવાબ આપ્યો ન હતો.

AIIMS-ભુવનેશ્વરે કહ્યું- પાર્થ ચેટર્જીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી

કોલકત્તા ઝોનલ ઓફિસ II, EDના તપાસ અધિકારી અને સહાયક નિર્દેશક મિથિલેશ કુમાર મિશ્રા દ્વારા દાખલ કરાયેલ મેમોરેન્ડમમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચેટર્જીએ મુખ્યમંત્રીને સવારે 2.32, 2.33, 3.37 અને 9.35 કલાકે ફોન કર્યો હતો. મંત્રીએ ધરપકડ મેમોરેન્ડમ પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. પાર્થ ચેટર્જીની તબિયત બગડવાની અને છાતીમાં દુખાવાની ફરિયાદની નોંધ લેતા હાઈકોર્ટે 24 જુલાઈના રોજ EDને એર એમ્બ્યુલન્સ દ્વારા એમ્સ-ભુવનેશ્વર લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. સોમવારે, AIIMS-ભુવનેશ્વરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશુતોષ બિસ્વાસે કહ્યું કે ચેટર્જીને "આ સમયે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી" અને તેમનો મેડિકલ રિપોર્ટ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યો છે.

EDએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું કે, પાર્થ ચેટર્જી ભરતી કૌભાંડમાં સામેલ હતા.

EDની અરજીમાં સૂચિબદ્ધ રેકોર્ડ્સમાં પાર્થ ચેટરજીના સહયોગી અને કેસમાં સહ-આરોપી અર્પિતા મુખર્જીની "સ્થાવર મિલકતો" અને "કંપનીઓ" સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. ED અનુસાર ચેટર્જી એક અન્ય મોબાઇલ નંબર દ્વારા મુખર્જી સાથે નિયમિત સંપર્કમાં હતા." 'પૈસા માટે ગેરકાયદેસર નિમણૂંક'માં સામેલ હતા. કોર્ટમાં દાખલ કરાયેલી EDની અરજીમાં કહેવામાં આવ્યું છે કે અર્પિતા મુખર્જીના ટોલીગંજ પરિસરમાંથી કથિત રીતે 20 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch