Tue,16 April 2024,8:50 pm
Print
header

BIG NEWS- બાજી પલટી ગઇ, બંગાળની રાજનીતિમાં મમતા સામે સુભેન્દુ અધિકારીની જીત

મમતા બેનર્જીની હારથી પક્ષમાં હડકંપ 

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ સહિત 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આવી આવી ગયા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને શાનદાર જીત મળી છે અને ભાજપની હાર થઇ છે ભાજપના તમામ દાવા અહીં ખોટા પડયાં છે.બંગાળની સૌથી વધુ ધ્યાન ખેંચનારી સીટની જંગમાં ભાજપ ઉમેદવાર સુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને હરાવી દીધા છે. ભાજપના નેતા  અધિકારીએ મમતાને 1622 મતે પરાજય આપ્યો છે. 

મતગણતરી દરમિયાન નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી અને અધિકારી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી કાઉન્ટિંગ દરમિયાન ક્યારેક મમતા બેનર્જી તો ક્યારેક અધિકારી આગળ રહ્યાં હતા અંતમાં બાજી પલટી ગઇ અને મમતા બેનર્જીએ હારનો સામનો કરવો પડ્યો છે. જો કે ચૂંટણીમાં ટીએમસીની શાનદાર જીત બાદ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી હતી.તેમણે બંગાળના લોકોનો આભાર માન્યો હતો મમતા બેનર્જીએ કહ્યું કે કોરોના કાળમાં જીતની કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં. તેઓ આગળ પણ બંગાળની જનતા માટે કામ કરતા રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch