Thu,25 April 2024,6:41 pm
Print
header

કોરોનાની કાતિલ લહેર વચ્ચે બંગાળમાં સાતમા તબક્કાનું મતદાન, મોદીએ શું કહી મોટી વાત ?

કોલકાતાઃ દેશમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. 34 બેઠકો પર યોજાઈ રહેલા મતદાનમાં આજે 284 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. મતદાન શરૂઆત વખતે પીએમ મોદીએ ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમણે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરીને મતદાન કરવાની અપીલ કરી હતી.ચૂંટણીપંચના કહેવા મુજબ, ચોથા તબક્કાના મતદાન દરમિયાન થયેલી હિંસા બાદ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે 12068 પોલિંગ બૂથ પર કેન્દ્રીય દળોની 796 કંપની તૈનાત કરાઈ છે. ગઈકાલે ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયા પત્ની સાથે કોરોના સંક્રમિત થતાં આજે મતદાન નહીં કરી શકે. કોરોનાની બીજી લહેર વચ્ચે 86 લાખ મતદારો પૈકી કેટલા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે તેના પર પણ નજર રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch