Sat,20 April 2024,2:20 pm
Print
header

ગુજરાતમાંથી આબુ જતા દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર, માઉન્ટ આબુમાં વીકેન્ડ લોકડાઉન

ગુજરાતમાંથી આબુ જતા દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર સામે આવ્યાં છે. કોરોના વાયરસનું સંક્રમણ વધતા રાજસ્થાન સરકાર દ્વારા માઉન્ટ આબુમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે.  શનિ-રવિમાં સૌથી વધુ ગુજરાતીઓ માઉન્ટ આબુ જતા હોય છે. રાજસ્થાનમાં કોરોના સંક્રમણ વધતા કોંગ્રેસની અશોક ગેહલોત સરકારે ગુરુવારે વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી. અશોક ગહેલોત સરકારે પ્રદેશમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે.વીકેન્ડ લોકડાઉન રાખવામાં આવ્યું છે પરંતુ પ્રતિબંધો લોકડાઉન જેવા જ છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોરોના કોર ગ્રુપ સાથે બેઠક બાદ સમગ્ર પ્રદેશમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ 

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 217335 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1185 લોકોના મોત થયા છે. જોકે 1,18,302 લોકો ઠીક પણ થયા છે.આ પહેલા બુધવારે  2,00,739 નવા કોરોનાના કેસ નોંધાયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch