Fri,19 April 2024,11:55 am
Print
header

હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી આ રાજ્યોમાં થશે વરસાદ

નવી દિલ્હીઃ દેશના મોટા ભાગમાં રાજ્યોમાં ઠંડીનો કહેર ચાલુ છે. જો કે હવે દિવસના સમયે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં આ દિવસોમાં બરફવર્ષા થઈ રહી છે.હવામાન  વિભાગની આગાહી છે કે આજથી થોડા દિવસો સુધી આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પોન્ડીચેરી, કેરળના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આ વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડીનું જોર પણ વધશે. આઈએમડી અનુસાર 22 ફેબ્રુઆરીથી લઈને 25 ફેબ્રુઆરી સુધી હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા થવાનું અનુમાન છે. સાથે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝ્ઝફરાબાદમાં આવનારા 5 દિવસોમાં ભારે વરસાદની સાથે બરફ વર્ષાની આગાહી છે. ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં 23થી 24 ફેબ્રુઆરીમાં  વરસાદની આગાહી કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch