Fri,19 April 2024,4:22 pm
Print
header

હવામાન વિભાગે આગામી 5 દિવસમાં રાજ્યના 21 જિલ્લાઓમાં કરી વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે વાતાવરણ સતત બદલાવવાના પગલે દક્ષિણ-પશ્ચિમી પવન અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવે ધીમે ધીમે મધ્ય તથા ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16 મી જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર,  આગામી 12 થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વલસાડમાં બુધવારથી  ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ઓરિસ્સામાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch