Fri,19 April 2024,9:27 am
Print
header

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદને લઈને શું કરી મોટી આગાહી ?

ગાંધીનગર: રાજ્યમાં આગામી ત્રણ દિવસ મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24, 25 અને 26 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર રાજ્યમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે. મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ, આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા  અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે ચોમાસુ 40 ટકા પુરૂ થયું છે. ત્યારે 19 જુલાઈની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં નવ ઈંચ વરસાદની જરૂરીયાત સામે સિઝનનો સરેરાશ પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. એટલે કે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 39.03 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં અત્યાર સુધીની સિઝનના વરસાદની સ્થિતિ જોઈએ તો અરવલ્લીમાં સૌથી વધુ 61.19 ટકા,સૌથી ઓછી પાટણ જિલ્લામાં માત્ર 6.33 ટકા વરસાદની ઘટ છે. સાબરકાંઠામાં 43.60 ટકા, મહેસાણામાં 39.11 ટકા અને બનાસકાંઠામાં 33.40 ટકા વરસાદની ઘટ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch