Fri,19 April 2024,5:45 am
Print
header

તરબૂચના બીજમાં છુપાયેલા છે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઘણા રહસ્યો, તમે પણ જાણો તેને ખાવાના ફાયદા - Gujarat Post

ઉનાળામાં સૌથી વધુ ખાવામાં આવતા ફળોની યાદીમાં સૌથી ઉપરનું નામ તરબૂચનું છે.સામાન્ય રીતે આ સાદું ફળ દરેક વ્યક્તિ માટે સહેલાઈથી સુલભ થઈ જાય એ એક મોટું કામ છે. તરબૂચ માત્ર શરીરમાં પાણીની ઉણપને જ નથી પૂરી કરે છે, પરંતુ તે ઘણી બીમારીઓને દૂર કરે છે.તરબૂચ ખાવાથી તણાવ ઓછો થાય છે અને થાક દૂર થાય છે. તે વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ સારું છે. તેની છાલથી લઈને બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, સ્ટ્રોક વગેરે જેવી અનેક ગંભીર બીમારીઓમાં તરબૂચના બીજ ફાયદાકારક છે.વજનને નિયંત્રિત કરવાની સાથે તે શરીરને હાઇડ્રેટ કરવામાં પણ મદદરૂપ છે.

પ્રજનન સમસ્યાઓમાં સુધારો

તરબૂચના બીજ ખાવાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધે છે, જેને કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા સુધરે છે. ઉચ્ચ શુક્રાણુઓની સંખ્યા અને તેની ગુણવત્તા ફળદ્રુપતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તરબૂચના બીજમાં ઝિંકનું પ્રમાણ શુક્રાણુઓની ગુણવત્તામાં વધારો કરે છે.

ત્વચાની સંભાળ

તરબૂચના બીજ પણ ખૂબ જ ઉપયોગી છે. તેના બીજને પીસીને ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકદાર બને છે. તરબૂચને ચહેરા પર ઘસવાથી ગ્લો આવે છે, સાથે જ બ્લેકહેડ્સ પણ દૂર થાય છે. તરબૂચના બીજની પેસ્ટ પણ માથાના દુખાવામાં રાહત આપે છે.

હૃદય અને પાચન તંત્રનું ધ્યાન રાખો

તરબૂચના બીજ હૃદયના સ્વાસ્થ્ય, પાચનતંત્રને સુધારવામાં પણ ફાયદાકારક છે.ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તરબૂચના બીજનું સેવન પણ કરી શકાય છે.

હાડકાં માટે ફાયદાકારક

તરબૂચના બીજ હાડકાં માટે સારા છે. આમાં ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, ઝિંક, ફોલેટ, પોટેશિયમ, કોપર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમને કુદરતી મલ્ટીવિટામીન તરીકે ગણી શકો છો. તેમાં કેલરીની માત્રા વધારે હોતી નથી.

તેના બીજ કેવી રીતે ખાવા

હવે તમે વિચારતા જ હશો કે તેને કેવી રીતે ખાવું, સૌથી પહેલા તરબૂચના બીજને તડકામાં સૂકવીને એક ડબ્બામાં ભરી લો, પછી તેને નાસ્તામાં તળીને ખાઓ.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar