Fri,19 April 2024,12:57 pm
Print
header

ઉનાળામાં ઠંડક આપતા તરબૂચના ફાયદાઓ વિષે જાણી લો- Gujarat Post

એક મોટા વાડકામાં ફક્ત 40 કેલરી ધરાવતું ઉનાળાનું આ ફળ પોષણથી ભરપૂર છે તેમાં 92% પાણીનો ભાગ આવેલો હોય છે. વિટામીન એ, બી-6 અને ‘સી’ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં લાયકોપીન એન્ટીઓક્સીડન્ટ અને એમીનો એસિડ આવેલા છે, ઉપરાંત તે ફેટ ફ્રી છે અને તેમાં સમાયેલા પાણીના કારણે થોડુંક જ ખાવાથી તમારું પેટ ભરાઈ જાય છે.

તરબૂચથી હાર્ટ પ્રોબ્લેમ દૂર થાય છે તેમાં આવેલું લાયકોપીન કોષોને રક્ષણ આપી તમને હાર્ટના રોગોથી દૂર રાખે છે.

તેમાં આવેલું લાયકોપીન હાર્ટ પ્રોબ્લેમથી દૂર રાખે છે શરીરમાં હાડકાં સારા રાખે છે, પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે.જો તમને વારંવાર સોજા ચડી જતાં હોય તો તરબૂચમાં સમાયેલું પુષ્કળ પાણી તમને તે સમસ્યામાં રાહત આપી શકે છે.

તરબૂચનો રસઃ ઉનાળામાં શરીરને પુષ્કળ પાણીની જરૂર રહે છે,આ માટે જ કુદરતે આપેલ તરબૂચ ઉનાળામાં જ ઉપલબ્ધ હોય છે જે ખુબ જ ઉપયોગી ફળ છે,તરબૂચનો 92 % ટકા ભાગ પાણીનો હોવાથી ખૂબ ગરમીમાં જ્યારે ખુબ પરસેવો થાય ત્યારે શરીરમાં પાણીનો ઉમેરો કરવા માટે તે અત્યંત ઉપયોગી ફળ છે. તેમાં વિટામીન ‘સી’ અને ‘બીટા કેરોટીન’ પણ સમાયેલા છે. 

તરબૂચમાં તોનો ગ્લાઇસીમીક ઇન્ડેક્સ હાઈ હોવાથી ડાયાબીટીસના પેશન્ટને તેના સેવનની સલાહ આપવામાં આવે છે પરંતુ તેમાં 120 ગ્રામમાંથી 6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોવાથી ડાયાબીટીસના પેશન્ટ પણ તરબૂચ ખાઈ શકે છે. ઉનાળાની બપોરે તરબૂચને ફક્ત ક્રશ કરી તેનો ઠંડો-ઠંડો જ્યૂસ પીવાથી ઉનાળાની અસર ઓછી થાય છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar