Sat,20 April 2024,5:56 pm
Print
header

ભારતમાં પણ કોરોના રસીની આડઅસર ! યુપીમાં વોર્ડ બોયનું મોત, પરિવારે લગાવ્યો આરોપ

રસીકરણનો પ્રતિકાત્મક ફોટો

મુરાદાબાદઃ દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, દેશમાં અત્યાર સુધી કુલ 2,24,301 લોકોને વેક્સિન અપાઈ છે. બે દિવસમાં ભારત દુનિયાના કોઈ પણ દેશની તુલનામાં સૌથી વધુ વેક્સિન આપનારો દેશ બની ગયો છે. છેલ્લા 24 કલાકમાં ફક્ત 447 લોકોમાં જ સામાન્ય આડઅસરો જોવા મળી છે. પહેલા તબક્કામાં 3 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને અને બીજા તબક્કામાં વૃદ્ધો અને ગંભીર બિમારીઓનો સામનો કરતા 27 કરોડ નાગરિકોને વેક્સિન અપાશે.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોરોના રસી લીધા બાદ વોર્ડ બોયનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. 46 વર્ષીય સ્વાસ્થ્ય કર્મીનું મોત થયું છે. જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોય મહિપાલસિંહે 16 જાન્યુઆરીએ કોરોનાની રસી લીધી હતી. પરિવારનો આરોપ છે કે, રસી લીધા બાદ તેની તબિયત બગડી હતી, બાદમાં તેને તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો.

પરિવારના આરોપ મુજબ, રસી લગાવતાં પહેલાં તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી ન હતી. મુરાદાબાદના ચીફ મેડિકલ ઓફિસર એસસી ગર્ગના કહેવા મુજબ, મહિપાલને માથામાં દુખાવો તથા શ્વાસ લેવામાં પરેશાની થતી હતી, જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. જો કે આ કેસની તપાસ હાલમાં ચાલી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch