બંને બેઠક પર શંકરસિંહ વાઘેલાની પાર્ટીને નોટાથી પણ ઓછા મત મળ્યાં
ગાંધીનગરઃ મહેસાણા કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે 39,452 મતની જંગી લીડથી વિજયની હેટ્રીક મારી હતી. ભાજપના રાજેન્દ્ર ચાવડાને 99,742 મત, જ્યારે હરીફ કોંગ્રેસના રમેશ ચાવડાને 60,290 મત મળ્યાં હતા. ભાજપે અઢી વર્ષ પહેલાં 2022ની ચૂંટણી 28,194 મતે જીતી હતી. ભાજપને 59.39 ટકા અને કોંગ્રેસને 35.90 ટકા મત મળ્યાં હતા. એટલે કે, કોંગ્રેસને ભાજપ કરતાં અધધ 23.48 ટકા મત ઓછા મળ્યાં હતા. આ સાથે ભાજપ અને કોંગ્રેસ સિવાયના આપ સહિત છ ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઇ હતી.
કડી સીટ પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્રકુમાર ચાવડાને 99,742 મત, કોંગ્રેસના રમેશ ચાવડાને 60,290 મત મળ્યાં હતા. ત્રીજા ક્રમે રહેલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાને 3090 મત મળ્યાં હતા. કડી બેઠક પર શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ચોથા ક્રમે રહી હતી. અહીં તેમના ઉમેદવાર ડો. ગિરિશ કાપડીયાને માત્ર 1335 મત મળ્યાં હતા. જ્યારે નોટાને પણ શંકરસિંહની પાર્ટી કરતાં વધારે મત મળ્યાં હતા. કડીમાં 1701 ઉમેદવારોએ નોટાનું બટન દબાવ્યું હતું.
વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીએ જાળવી રાખી હતી. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17554 મતથી હરાવ્યા હતા. આપના ગોપાલ ઈટાલિયાને 75942 મત મળ્યાં હતા, ભાજપના કિરીટ પટેલને 58288 મત મળ્યાં હતા. ત્રીજા ક્રમે રહેતા કોંગ્રેસના નીતિન રાણપરીયાને 5501 મત મળ્યાં હતા. વિસાવદરમાં શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવાર આઠમા ક્રમે રહ્યાં હતા. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કિશોર કાનકડને 479 મત મળ્યાં હતા.
નોટાને પણ અહીં તેનાથી વધારે મત મળ્યાં હતા. વિસાવદરમાં 1716 લોકોએ નોટાને મત આપ્યો હતો. વિસાવદરમાં આપને 51.04 ટકા મત મળ્યા હતા, જ્યારે ભાજપને 39.24 ટકા અને કોંગ્રેસને 3.7 ટકા મળ્યા હતા. અન્ય 13 ઉમેદવારોને 1 ટકાથી પણ ઓછા મત મળ્યા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
ગુજરાતની જનતાનો આક્રોશ જોવો હોય તો CM ભૂપેન્દ્ર પટેલના એક્સ એકાઉન્ટની કોમેન્ટ જુઓ, બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોનાં મોત | 2025-07-11 21:59:04
ગોપાલ ઈટાલિયાએ કાંતિ અમૃતિયાની કઈ ચેલેન્જ સ્વીકારી ? જાણો વિગતો | 2025-07-11 10:23:41
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છુંઃ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદનથી અનેક તર્કવિતર્ક | 2025-07-08 10:48:48
ભાષા વિવાદ પર રાજ ઠાકરેની ધમકી....જો કોઈ વધારે પડતું નાટક કરે છે, તો તેને કાનની નીચે બજાવો | 2025-07-06 09:21:30
વધુ એક દુર્ઘટના, માંગરોળના આજક ગામે બ્રિજ તૂટ્યો, 8 જેટલા લોકો નદીમાં પડ્યાં બાદ બચાવ- Gujarat Post | 2025-07-15 09:44:30