Sun,08 September 2024,12:01 pm
Print
header

વિરાટ સદી.....50 મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

મુંબઇઃ વિરાટ કોહલીએ નવો રેકોર્ડ બનાવ્યો છે, વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડકપ 2023ની સેમિફાઈનલમાં કોહલીએ 50 મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. વન ડે ઇન્ટરનેશનલમાં સચિને 49 સદી ફટકારી હતી અને હવે તેમનો આ રેકોર્ડ કોહલીએ તોડીને ઇતિહાસ સર્જી નાખ્યો છે.

ન્યૂઝીલેન્ડ સામેની સેમી ફાઈનલમાં વિરાટ કોહલીએ શાનદાર સદીની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી હવે ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ 279મી ઇનિંગ્સમાં પોતાની 50 વનડે સદી ફટકારી છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 1996, 2003 અને 2011 વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ રમી હતી. વિરાટે 2011, 2015 અને 2019માં છેલ્લા ત્રણ વર્લ્ડકપમાં ભારત માટે સેમિફાઇનલ મેચ રમી હતી. હવે વર્લ્ડકપ 2023ની સેમિફાઈનલ મેચમાં તેને 117 રન ફટકાર્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch