Fri,19 April 2024,8:13 pm
Print
header

ભાજપમાં જતા જ રંગ દેખાયો, વિજય સુવાળાએ ટ્રાફિક પોલીસકર્મીને બદલી કરી નાખવાની આપી ધમકી- Gujaratpost

વિજય સુવાળાની પોલીસકર્મી સાથે દાદાગીરી કરતો વીડિયો વાયરલ

વિજય સુવાળાએ બદલી કરાવવાની આપી ધમકી

અમદાવાદઃ ભાજપ નેતા વિજય સુવાળાએ પોલીસકર્મી સાથે દાદાગીરી કરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિજય સુવાળા ટ્રાફિક પોલીસકર્મી સાથે દાદાગીરી કરતા જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં પોલીસ કર્મીને બદલી કરાઇ નાખવાની ધમકી પણ આપી હતી. રાજકારણમાં પ્રવેશ બાદ વિજય સુવાળા સત્તા રુબાબમાં હોય તેમ લાગી રહ્યું છે.

અમદાવાદમાં ગુજરાતી સિંગર વિજય સુવાળાની પોલીસકર્મી સાથે દાદાગીરી કરતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિંગર વિજય સિવાળા અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થતી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ઘટનામાં ટ્રાફિક પોલીસકર્મીનો વાંક એટલો હતો કે સિંગરમાંથી નેતા બનેલા ગુજરાતી સિંગર વિજય સુવાળાની ગાડી રોકી હતી. જેના કારણે સુવાળાએ પોતાની ગાડીમાં બેઠા બેઠા પોલીસકર્મીને ધમકી આપી દીધી હતી. પોલીસવાળાએ  વિજય સુવાળાની ગાડી ઊભી રખાવી ખાલી પૂછપરછ કરતા હતા. ત્યારે સુવાળાએ પોલીસને ધમકી આપી કે, તારી બદલી ડાંગ જીલ્લામાં કરાવી નાખીશ.

ત્યારે નેતાજીના આ વર્તનથી ભાજપના ઉચ્ચ નેતાઓ પણ ચોંકી ગયા હશે, પોલીસ પોતાની ડ્યૂટી પર કામ કરી રહી છે અને આવા નેતાઓને તે ગમતું નથી અને દાદાગીરી પર ઉતરી આવે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch