Sat,13 June 2026,3:13 pm
Print
header

ગુજરાતમાં શિક્ષકોની વધુ એક ભરતી, આ તારીખથી ઓનલાઈન અરજી કરી શકાશે

  • Published By Panna Patel
  • 2026-05-25 11:02:23
  • /

ગાંધીનગરઃ ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજ્યની જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા જાહેર કરી છે. વિદ્યાસહાયક, સ્પેશિયલ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષક સહિત કુલ 3966 જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે. 

આ ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારો આગામી 1 જૂન, 2026થી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને 10 જૂન, 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદામાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મોડેથી આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.

આ ભરતીમાં અન્ય માધ્યમની વિદ્યાસહાયક જગ્યાઓ માટે કુલ 987 પોસ્ટ જાહેર કરી છે. ઉપરાંત સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટે 1841 જગ્યાઓ અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ માટે 1067 જગ્યાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. મુખ્ય શિક્ષક દિવ્યાંગ કેટેગરી હેઠળ 74 જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે પારદર્શક રીતે કરવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાત, TET પરીક્ષાના ગુણ અને સરકારના વર્તમાન ભરતી નિયમોને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોને ઓનલાઈન અરજી દરમિયાન તમામ પ્રમાણપત્રો અને જરૂરી દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે અપલોડ કરવા રહેશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch