Fri,19 April 2024,10:10 pm
Print
header

ગુજરાત વિધાનસભા ગૃહમાં હોબાળો, આ કોંગી ધારાસભ્યએ માઈક છૂટું ફેંક્યું

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં મજૂરોના કાયદા અંગે બિલ ઉપર મોડી રાતે હોબાળો થયો હતો. કોંગ્રેસના નૌશાદ સોલંકીએ ગૃહમાં માઈક છુટ્ટો ઘા કર્યો હતો, મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રેક્ષક ગેલેરીમાંથી બોલી રહ્યા હતા ત્યારે સ્કોપ બહાર બોલવા મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાનું માઈક ગૃહમાં ફેંક્યું હતું. આ બાદ વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળી જઈને કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, 150 વર્ષના ઇતિહાસની વાત કરો છો. ત્યારે નૌશાદ સોલંકીએ કહ્યું તે, બાબાસાહેબ આંબેડકરની વાત પર વાંધો શું છે. ત્યારે નીતિન પટેલે નૌશાદ સોલંકીને જવાબ આપ્યો કે, ઘરમાં કે ખેતરમાં મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો ? જેના જવાબમાં નૌશાદ સોલંકીએ કહ્યું કે, મને કોન્ટ્રાકટર સાબિત કરો કે નીતિન પટેલ મારી માફી માંગે. જ્યાં સુધી માફી નહિ માગે ત્યાં સુધી ગૃહમાં જ ધરણાં પર બેસવાની જાહેરાત કરી હતી. 

આ તબક્કે નૌશાદે ગૃહમાં માઈકનો છુટ્ટો ઘા કર્યો હતો. જોતજોતામાં ભાજપ-કોંગ્રેસના આ મામલે ગૃહમાં હોબાળો થતાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના સભ્યોએ ‘મજૂર વિરોધી યે સરકાર નહિ ચલેગી’ ના સૂત્રોચ્ચારો કર્યા હતા. જેના બાદ ગિન્નાયેલા કોંગ્રેસના ધારાસભ્ય નોશાદ સોલંકીએ ગેલેરી નંબર 4 માંથી માઈક ફેકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. 

જેના બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ઉપનેતા શૈલેષ પરમાર, સિનીયર ધારાસભ્ય પુંજા વંશ સહિતના સભ્યો વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરવા પહોંચ્યાં હતા. ગૃહમાં બનેલા બનાવને લઈ અધ્યક્ષ સાથે ચર્ચા કરી હતી. જે બાદ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી વિધાનસભાની અંદરના ચોથા પગથિયે ધરણા પર બેસી ગયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch