Thu,21 May 2026,4:01 am
Print
header

સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ વાહન સાથે રીલ બનાવેલો વીડિયો વાયરલ, તપાસના આદેશ

  • Published By
  • 2026-05-03 08:34:56
  • /

 

 

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસના ઈમરજન્સી વાહન પર બેસીને સોશિયલ મીડિયા રીલ બનાવતા કિન્નરનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. વાયરલ થયેલી આ ક્લિપમાં કાળા રંગની સાડી પહેરેલો કિન્નર 112 જનરક્ષક વાહનના બોનેટ પર બેઠેલો જોવા મળે છે.  

વીડિયોમાં દેખાતી પીસીઆર વાન સાબરમતી ઇસ્ટ સ્ટેશનની નહીં પરંતુ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હતી. પોલીસકર્મી વોશરૂમ ગયા ત્યારે કિન્નર દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની પીસીઆર વાન રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી અને ત્યાં વોશરૂમમાં ગયા ત્યારે વીડિયો બનાવ્યો હતો.

સરકારી પોલીસ વાહનનો ઉપયોગ કન્ટેન્ટ શૂટ કરવા માટે કેવી રીતે કરવા દેવામાં આવ્યો તે અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. વીડિયો રાત્રિના સમયે ફિલ્માવવામાં આવ્યો હોવાથી તે વિસ્તારમાં મોનિટરિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

વીડિયોમાં દેખાતી વ્યક્તિની ઓળખ કરવા અને આ રીલ કેવી રીતે બનાવવામાં આવી તેની તપાસ ચાલી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch