Thu,25 April 2024,11:37 pm
Print
header

Vibrant Gujarat Summit: CM ભૂપેન્દ્ર પટેલે ટાટા સન્સના ચેરમેન સાથે કરી મુલાકાત, મેવાણીએ કરી સમિટ રદ્દ કરવાની માંગ

ગાંધીનગર: જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને લઇને રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં ટાટા સન્સના ચેરમેન સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી વાયબ્રન્ટ સમિટને લઈને મુંબઈ પ્રવાસે છે, દરમિયાન તેઓ અનેક ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી શકે છે. થોડા દિવસો પહેલા દિલ્હીમાં તેમણે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ઉદ્યોગપતિ, વિવિધ દેશના રાજદૂતો સાથે મુલાકાત કરી હતી.

કોંંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા બાદ જિજ્ઞેશ મેવાણીએ પણ વાયબ્રન્ટ સમિટ બંધ રાખવા સરકારને અપીલ કરી છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે. કોરોનાને  કારણે ગત વર્ષે વાયબ્રન્ટ સમિટ યોજાઈ ન હતી. પરંતુ આ વખતે ખુદ પ્રધાનમંત્રી મોદી ઇવેન્ટને લઈને વધુ રસ દાખવી રહ્યા છે અને જરૂરી સૂચનાઓ આપી રહ્યાં છે. રાજ્ય સરકાર વાયબ્રન્ટ સમિટ યોજવા આતુર છે બે ડઝનથી વધારે દેશોને કન્ટ્રી પાર્ટનર બનાવવા આમંત્રણ અપાયું છે. નવા વેરિએન્ટને પગલે સમિટ પર ખતરો ઉભો થયો છે, જો ગુજરાતમાં કોરોના ઓમિક્રોનની એન્ટ્રી થશે તો તેના માટે જવાબદારી કોણી હશે ?

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch