Sat,20 April 2024,5:12 pm
Print
header

બોલિવૂડને લાગ્યો વધુ એક મોટો ઝટકો, સ્ક્રિપ્ટ રાઇટર સાગર સરહદીનું નિધન

મુંબઈઃ કોરોનાકાળમાં બોલિવૂડ પરથી શોકના વાદળો હટવાનું નામ જ નથી લઈ રહ્યાં. હવે જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર સાગર સરહદીનું લાંબી બિમારી બાદ નિધન થઇ ગયું છે. તેઓ 87 વર્ષના હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈએ તેમના નિધનની પુષ્ટિ  કરી છે. સાગર સરહદીનો જન્મ 11 મે 1933માં પાકિસ્તાનમાં થયો હતો તેઓ તેમના વતન અબટાબાદને છોડીને પહેલા દિલ્હી કિંગ્સવે કેમ્પ અને પછી મુંબઇની ચાલીમાં રહ્યાં હતા.ત્યાર બાદ તેમણે સખત મહેનત કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની આગવી ઓળખ બનાવી હતી.

સાગર સરહદીને યશ ચોપડાની ફિલ્મ કભી કભીથી મળી હતી.તેમણે ફિલ્મ નૂરી (1979), સિલસિલા (1981),ચાંદની(1989), રંગ (1993), જિંદગી (1976), કર્મયોગી, કહો ના પ્યાર હૈ, કારોબાર, બાજાર અને ચૌસર જેવી હિટ ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે ડાયરેક્શનમાં પણ ડેબ્યૂ કર્યું હતું.આ ફિલ્મમાં સ્મિતા પાટિલ, ફારૂખ શેખ અને નસૂરૂદ્દીન શાહ છે.ફિલ્મ 1982માં રિલીઝ થઇ હતી.આ ફિલ્મ ઇન્ડિય ક્લાસિક માનવામાં આવે છે.તેઓ આ ફિલ્મના નિર્માતા, નિર્દશક અને રાઇટર હતા સરહદીના નિધનના સમાચાર સાંભળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો શોકમાં ડૂબી ગયા હતા અને શ્રદ્ધાજંલી આપવા લાગ્યા છે.જેકી શ્રોફ સહિત અનેક સેલેબ્સે ઇન્સ્ટ્રાગ્રામ પર સાગર સરહદીની તસવીર શેર કરીને શોક પ્રગટ કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch